ભગવદ્દ ગીતા સળગાવી, ગર્ભગૃહને લૂટ્યું, બાંગ્લાદેશની હિંસક ભીડે સળગાવ્યું મંદિર
બાંગ્લાદેશ- 12 ઓગસ્ટ : બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધા બાદથી જે હિંસા ચાલી રહી છે તે અટકવાનાનું નામ નથી લઈ રહી. ફરી એકવાર મંદિર ઉપર હુમલો થયો છે. ભારત-બાંગ્લાદેશ સરહદ પરના વિસ્તાર અને જમાત-એ-ઈસ્લામીના ગઢ ગણાતા મેહરપુરમાં આવેલા ઈસ્કોન મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો અને ભગવદ ગીતાને બાળવામાં આવી હતી. આ સાથે મંદિરમાં રાખેલું હાર્મોનિયમ તોડી નાખ્યું હતું. મળતી માહિતી મુજબ ટોળાએ મંદિરના ગર્ભગૃહમાં પણ લૂંટફાટ કરી હતી અને આગ લગાડી હતી.
મંદિરના પ્રભારી પ્રભુજીએ કહ્યું કે લઘુમતીઓ પર હુમલો થયો છે. પાંચ તારીખ પહેલા સાડા પાંચ વાગ્યે ભીંડે હુમલો કર્યોં હતો.તેઓ પોતાની સાથે પેટ્રોલ બોમ્બ અને વિસ્ફોટક લાવ્યા હતા. તે સમયે મંદિરમાં અમે 16 લોકો હતા. આભૂષણો, પ્રાચીન ગ્રંથો સહિત અહીં હાજર તમામ વસ્તુઓ બાળી નાખી હતી. મંદિરના નિર્માણ માટે મળેલું અંદાજે દસ લાખ ટાકા (લગભગ રૂ. 6.5 લાખ)દાન લૂંટી લેવામાં આવ્યું હતું. મંદિરની મિલકતમાં રાખેલી મોટર સાયકલ પણ બળી ગઈ હતી.
બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની હિંસાથી નારાજ સાધુ-સંતોએ રેલી કાઢી
આ સિવાય તેમણે કહ્યું કે અમારી પાસે 200 વર્ષ કરતાં પણ જૂના ગ્રંથો હતા, તે પણ બાળી નાખવામાં આવ્યા હતા. અમે આ જ જગ્યાએ જગન્નાથજીની સેવા કરતા હતા, તે પણ લૂંટીને લઈ ગયા. અચાનક એક ટોળું મંદિરમાં આવ્યું અને મંદિર પર હુમલો કર્યો. મંદિરમાં રાખવામાં આવેલી તમામ વસ્તુઓ અને ધાર્મિક પુસ્તકો બળીને રાખ થઈ ગયા છે. અનુયાયીઓ સ્થળ પર આવીને બાકીના પુસ્તકો સાચવી રહ્યા છે.
‘મુસ્લિમોમાં પણ આશંકા…’
બાંગ્લાદેશના મુસ્લિમોના મનમાં એક ભય છે કે કટ્ટરવાદીઓના દબાણ હેઠળ, તેમનો લોકશાહી રીતે સંચાલિત દેશ બંગાળી ભાષી દેશની ઓળખ સાથે ઇસ્લામિક દેશ બની શકે છે. ઢાકાના રહેવાસી ઈસ્લામ મોહમ્મદે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે બાંગ્લાદેશની ઓળખ બંગાળી લોકોની છે, જ્યાં હિંદુ અને મુસ્લિમો સાથે રહે છે, પરંતુ કેટલાક લોકો ઈચ્છે છે કે અહીં ઈસ્લામિક દેશ જેવી વ્યવસ્થા સ્થાપિત કરવામાં આવે, પરંતુ અમે આવું થવા નહીં દે.
નિયાઝ ઢાકામાં પણ ધંધો ચલાવે છે અને તેને એમ પણ લાગે છે કે કેટલાક કટ્ટરવાદીઓને કારણે બાંગ્લાદેશની છબી ખરડાઈ છે, જેમણે ચળવળની આડમાં હિંદુઓ પર હુમલો કર્યો અને તેમને નિશાન બનાવ્યા. નિયાઝ કહે છે કે ઘણા હિંદુઓ અમારી સાથે રહે છે અને અમે આ મુશ્કેલીમાં તેમની રક્ષા કરી રહ્યા છીએ અને જે લોકોએ તેમની સાથે ખરાબ કર્યું તે અમારા લોકો નથી. 5 ઓગસ્ટના રોજ ઢાકાના વીઆઈપી વિસ્તારમાં રાષ્ટ્રપતિ ભવનથી થોડે દૂર આવેલા બાંગ્લાદેશ અવામી લીગ પાર્ટીના મુખ્યાલયને પણ દેખાવકારો દ્વારા સૌથી પહેલા નિશાન બનાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : ચાર સેકન્ડનો તફાવત અને અમેરિકી ખેલાડીએ મેળવેલો ચંદ્રક ગુમાવ્યોઃ જાણો ઓલિમ્પિકની વધુ એક ગાથા