પેરિસ ઓલમ્પિક 2024નું રંગારંગ કાર્યક્રમ સાથે થયું સમાપન, પહેલા સ્થાન પર રહ્યું US
- ઓલિમ્પિક 2024માં ભારત કુલ 5 બ્રોન્ઝ મેડલ અને 1 સિલ્વર મેડલ જીતીને 71મા સ્થાને રહ્યું
પેરિસ, 12 ઓગસ્ટ: 2024ના સમાપન સમારોહ સાથે ઓલિમ્પિક્સનો અંત આવ્યો છે. સમાપન સમારોહ દરમિયાન અનેક રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલિમ્પિક 2024માં ભારત કુલ 6 મેડલ જીતીને 71મા સ્થાને છે. જેમાં 5 બ્રોન્ઝ મેડલ અને 1 સિલ્વર મેડલનો સમાવેશ થાય છે. આ વખતે ઓલિમ્પિક્સ 2024નું આયોજન ફ્રાન્સની રાજધાની પેરિસમાં કરવામાં આવ્યું હતું. 11 ઓગસ્ટ ઓલિમ્પિક 2024નો છેલ્લો દિવસ છે. આ વખતે ઓલિમ્પિકમાં અમેરિકા પ્રથમ ક્રમે છે. તેમણે 40 ગોલ્ડ, 44 સિલ્વર અને 42 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ઓલિમ્પિક હવે સમાપન સમારોહ સાથે સમાપ્ત થયું છે. આગામી ઓલિમ્પિક ગેમ્સ 2028માં અમેરિકાના લોસ એન્જલસમાં યોજાશે.
From the Opening Ceremony to the Closing Ceremony, we’ve come full circle!
Let’s welcome in the flagbearers! 👋#Paris2024 #ClosingCeremony pic.twitter.com/4Uf6F1MuYc
— The Olympic Games (@Olympics) August 11, 2024
સમાપન સમારોહમાં ટોમ ક્રૂઝની એન્ટ્રી
ટોમ ક્રૂઝે પેરિસ ઓલિમ્પિકના સમાપન સમારોહમાં પોતાના સ્ટંટ સાથે એન્ટ્રી કરી હતી. ટોમ ક્રૂઝને ઓલિમ્પિક ધ્વજ લઈને અમેરિકા જતા બતાવવામાં આવ્યા છે. આગામી ઓલિમ્પિક ગેમ્સ લોસ એન્જલસમાં યોજાવાની છે.
“Your mission, should you choose to accept it, is to bring the Olympic flag to Los Angeles.”
Tom Cruise: #Paris2024 #LA28 #ClosingCeremony pic.twitter.com/bLsZJTc0xy
— The Olympic Games (@Olympics) August 11, 2024
આ પણ જૂઓ: અભિનવ બિદ્રાને પેરિસમાં મળ્યું વિશેષ સન્માન, IOCએ આપ્યો ઓલિમ્પિક ઓર્ડર એવોર્ડ