માલદીવે નમતું જોખ્યું; ભારત માટે સૂર બદલાયો; ભૂતકાળની ભૂલો માટેે માફી માંગી
નવી દિલ્હી- 11 ઓગસ્ટ : માલદીવ્સ ભારત સાથેના સંબંધોને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈઝુએ ભારતને માલદીવના “સૌથી નજીકના સાથી” તરીકે ગણાવ્યો અને તેમના સતત સમર્થન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતનો આભાર માન્યો. જે બાદ દ્વીપસમૂહની મુખ્ય વિપક્ષી પાર્ટી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)એ મુઈઝુના આ પગલાનું સ્વાગત કર્યું છે.
मालदीव के डेमोक्रेटिक पार्टी के अध्यक्ष @Abdulla_Shahid और उनके सहयोगियों से मिलकर खुशी हुई।
🇮🇳 🇲🇻 संबंधों की मजबूती के लिए उनके समर्थन की मैं प्रसंशा करता हूँ। https://t.co/8gP5JrIE91
— Office of Dr. S. Jaishankar (@sjaishankaroffc) August 11, 2024
ભારતને માલદીવના સૌથી ભરોસાપાત્ર ભાગીદાર તરીકે ગણાવતા, એમડીપીના વડા અને માલદીવના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અબ્દુલ્લા શાહિદે મુઈઝુને તેમના મંત્રીઓની બેજવાબદાર ટિપ્પણીઓ અને જૂઠાણાં માટે જાહેર માફી માંગવા હાકલ કરી છે.
The @MDPSecretariat led by its president @abdulla_shahid welcomes@DrSJaishankar’s visit to the Maldives.
Says:
— “… India will always be the first responder any time the Maldives “dials an international 911”.” pic.twitter.com/dVcE6vzJim— Ramesh Ramachandran (@RRRameshRRR) August 10, 2024
ભારત વિરોધી ભાવનાઓને ઉશ્કેરવાનું કામ કર્યું
નોંધનીય છે કે, શાહિદ તેમની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા હતા,શાહિદે એક એક્સ પોસ્ટ પણ શેર કરી જેમાં તેમણે એવું લખ્યું કે, ‘માલદીવને હંમેશાથી જ એવો ભરોસો રહ્યો છે કે તે જ્યારે આંતરાષ્ટ્રીય નંબર 911 ડાયલ કરશે ત્યારે ભારત પહેલો ઉત્તરદાતા હશે”
તેમણે કહ્યું કે મુઇઝુ સરકાર દ્વારા આક્રમક સૂત્રોના ઉપયોગથી ભારત વિરોધી ભાવનાઓ ભડકી છે. આના કારણે માલદીવની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠામાં ઘટાડો થયો, તેને આર્થિક નુકસાન અને અન્ય ઘણી બિનજરૂરી મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવો પડ્યો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ મુદ્દાને ધ્યાનમાં રાખીને, MDP પ્રમુખ મુઈઝુની સરકાર દ્વારા તેની અગાઉની ઈન્ડિયા આઉટ નીતિમાંથી માલદીવ-ભારત નીતિના અચાનક પુનઃમૂલ્યાંકનનું સ્વાગત કરે છે.
શા માટે થયો હતો વિવાદ?
નોંધનીય છે કે માલદીવ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના મુખ્ય દરિયાઈ પડોશીઓમાંનું એક છે અને ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહની આગેવાની હેઠળની અગાઉની સરકાર હેઠળ સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રો સહિત એકંદર દ્વિપક્ષીય સંબંધોમાં બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત થયા હતા. .
જો કે, ચીન તરફી વલણ માટે જાણીતા પ્રમુખ મુઈઝુએ માલદીવમાંથી ભારતીય સૈન્ય કર્મચારીઓને પાછા ખેંચવાની માંગ કરી હતી, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ સર્જાયો હતો. જે હવે મહદ અંશે સુધરતો જણાય છે.
આ પણ વાંચો : વિનેશ ફોગાટને મળશે ગોલ્ડ મેડલ, હરિયાણા પરત ફરતા કરાશે ભવ્ય સ્વાગત