અમદાવાદ: દસાડા તથા જાંબુ સમાજ વચ્ચે અઢી મહિનાથી ચાલી રહેલા અંગત કારણોસર વિવાદના કારણે મારામારી; સરખેજ પોલીસે નોંધ્યો ગુનો
અમદાવાદ 11 ઓગસ્ટ 2024 : અમદાવાદ શહેરના સરખેજ રોજા પાસે આવેલા નહેરુનગર રાજીવ નગર પથરીઓ ઢાળમાં મુસ્લિમ સમાજનાં જાંબુ સમાજ અને દસાળા સમાજ વર્ષોથી વસવાટ કરે છે. ત્યારે આ સોસાયટી બહાર આવેલા હુસેની બેકરી પાસેના ચાર રસ્તા ઉપર દસાડા સમાજના પાંચ થી છ લોકો અને જાંબુ સમાજના બે વ્યક્તિઓ ઉપર તિક્ષ્ણ, હથિયારો, ધોકા, પાઇપ લઈને હુમલો કરતા મામલો સરખેજ પોલીસ સ્ટેશનએ પહોંચ્યો છે સાથે ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ સારવાર કરાઈ રહી છે.
દસાડા અને જાંબુ સમાજ વચ્ચે વારંવાર ઝઘડાનો બનાવ
મારામારીના બનાવને લઈને કારણ જણાવતાં જાંબુ સમાજના એક મહિલા દ્વારા જણાવવામાં આવ્યું કે દસાડા સમાજના પાંચ થી છ લોકો અચાનકથી આજે અમારા ઘરમાં ઘૂસીને તોડફોડ કરવા મંડ્યા, બહાર પડેલી ગાડીઓ ટુવિલરો ઘરની બહારના મીટર પણ તોડી નાખ્યા છે.
ઝઘડાનું કારણ જણાવતા તેમને કહ્યું કે હુસેની હુસેની બેકરી પાસે દસાડા સમાજના લોકો જ બેસવા જોઈએ. જાંબુ સમાજનો એક પણ વ્યક્તિએ વિસ્તારમાં બહાર દેખાવો ના જોઈએ, તેમણે વધુમાં જણાવ્યું હતું દસાડા સમાજના બે કે ત્રણ જણા પોતાને ડોન સમજતા હોય તેવું વર્તન કરી રહ્યા છે
અને અમારા સમાજ ઉપર અને અમારા ઉપર હુમલો કરી રહ્યા છે. જોકે બનાવ બનતા સરખેજ પોલીસનો કાપલો ઘટના સ્થળે પહોંચી બનાવ બનતા સરખેજ પોલીસનો કાફલો ઘટના થોડે દોડી જતા મામલો શાંત પડ્યો હતો. અને સરખેજ પોલીસ સ્ટેશનના પી.આઈ ધુલિયા દ્વારા ગુનો નોંધી યોગ્ય તપાસ હાથ ધરવામાં આવી છે.
અઢી મહિનાથી ચાલી રહ્યો છે વિવાદ
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા અઢી મહિનાથી દસાડા અને જાંબુ સમાજ વચ્ચે કોઈને કોઈ અંગત કારણોસર અગાઉ પણ મારામારીનો બનાવ બન્યો છે. ત્યારે પોલીસ દ્વારા મામલો શાંત પાડી દેવામાં આવ્યો હતો. પરંતુ વિવાદ વકરતા પોતે સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ ધુલિયા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ગુનો નોંધી યોગ્ય કાર્યવાહી હાથ કરવામાં આવી છે.