બનાસકાંઠા : પાલનપુર ખાતે યુનિયન બજેટ-૨૦૨૪ એનાલિસિસ ઓન ઈન્કમટેકસ એન્ડ GST અંગે સેમિનાર યોજાયો
બનાસકાંઠા 11 ઓગસ્ટ 2024 : ધી નોર્થ ગુજરાત ટેક્ષ પ્રેક્ટિસનર્સ એસોસિએશન તથા ધી બનાસકાંઠા જિલ્લા ટેક્ષ પ્રેકટિસનર્સ એસોસિએશન નાં સંયુક્ત ઉપક્રમે પાલનપુર ખાતે યુનિયન બેજટ (૨૦૨૪) એનાલિસિસ ઓન ઈન્કમટેકસ એન્ડ GST અંગે સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં ડીસા, પાલનપુર, સિધ્ધપુર, ઉંઝા, પાટણ, વિસનગર, વિજાપુર, માણસા, કડી સહિત સમગ્ર ઉત્તર ગુજરાત ટેક્ષ એડવોકેટસ, ટેક્ષ પ્રેકટિસનર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટંન્ટ CA વગેરે જુદા જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં યુનિયન બેજટ (૨૦૨૪) માં ઈન્કમટેકસ તેમજ GST અંગેની નવીન જોગવાઈઓ તેમજ સુધારા વધારા ઉપર અમદાવાદનાં અને સમગ્ર ગુજરાતના નામાંકિત અને નિષ્ણાત એવા વકતાઓમાં GST અંગે CA રશમીનભાઈ વાજા તથા ઈન્કમટેકસ અંગે CA પલક પાવાગઢી દ્વારા ખુબ જ ઉંડાણપૂર્વક વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
આ સેમિનારમાં બનાસકાંઠા ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ, ઉપપ્રમુખ, તથા હોદેદારો પણ ઉપસ્થિત રહેલ તેમજ અમદાવાદના સિનિયર વકીલો ઉપેન્દ્રભાઈ ભટ્ટ તથા બકુલભાઈ પરીખ તથા લતેશભાઈ પરીખ, GSTB નાં ઉપપ્રમુખ જગદીશભાઈ વ્યાસ ઉપસ્થિત રહેલ હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઉતર ગુજરાતનાં પ્રમુખ દિલિપભાઈ ઠક્કર તથા મંત્રી નરેશભાઈ પરમાર તેમજ બનાસકાંઠાના પ્રમુખ શેલૈષભાઈ મહેસુરીયા તથા મંત્રી અશોકભાઈ ઠક્કર તેમજ સેમિનાર ચેરમેન એડવોકેટ શાંતિલાલ સી ઠક્કર તથા વકીલ સુભાષભાઈ શાહ તથા ભૂતપૂર્વ સેક્રેટરી વિક્રમભાઈ ઠક્કર વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા પ્રયત્ન કરેલ. દિલિપભાઈ ઠક્કર તથા શેલૈષભાઈ મહેસુરીયાએ સૌને સ્વાગત પ્રવચનથી તથા મહેમાનોને ફુલહાર કરી આવકારેલ તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એડવોકેટ શાંતિલાલ સી ઠક્કર તથા વકીલ સુભાષભાઈ શાહે કરેલ હતું.
સમગ્ર કાર્યક્રમમાં બંને સંસ્થાના કારોબારી સભ્યો સક્રિય રહી કાર્યક્રમને સફળ બનાવેલ હતો.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં હિંદુઓના હત્યાકાંડના વિરોધમાં ઢાકા, બ્રિટન, કેનેડા સહિત ઠેરઠેર વિરોધ પ્રદર્શનો