અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ: બાવળામાં બોગસ “અનન્યા મલ્ટી સ્પેશયાલિટી હોસ્પિટલ” ઝડપાવાનો કેસ; બોગસ પુજા પેથોલોજી લેબ ચલાવનાર વધુ 7 ની ધરપકડ

Text To Speech

અમદાવાદ 11 ઓગસ્ટ 2024 : અમદાવાદ આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન થોડા દિવસ અગાઉ બાવળા ખાતેની બોગસ “અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ” ઝડપાઈ હતી. જેમાં મુખ્ય ત્રણ આરોપીઓ માંથી એક ડો. ધર્મેન્દ્ર મંગળભાઈ આહિરની ધરપકડ કરવામાં આવી હતી. જે અંગે પોલીસ તપાસ ચાલતા વધુ મુખ્ય 7 આરોપીઓ બોગસ અનન્યા હોસ્પિટલમાંથી પુરાવાના નાશ કરવા માટે CCTV નું N.V.R રેકોર્ડર લઈ ગયા હતા. તેમજ અનન્યા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા ચલાવવામાં આવતી બોગસ પુજા પેથોલોજી કોઇ પણ પ્રકારની ડીગ્રી વગર ચલાવતા હતા. જેને સીલ કરી વધુ સાથ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુ એક બોગસ “પૂજા પેથોલોજી લેબ” ઝડપાઈ

પત્રકાર પરિષદને સંબોધન કરતા DYSP મેઘા તેવારે જણાવ્યું હતું કે અગાઉ અમોને મળેલી માહિતી તથા ફરિયાદ મુજબ કોઈપણ રજીસ્ટ્રેશન વગર ચાલતી આખે આખી હોસ્પિટલ બોગસ હોવાનું સામે આવ્યું હતું. જેમાં મુખ્ય ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો હોસ્પિટલને સીલ કરી દેવામાં આવી હતી જે બાદ હવે વધુ તપાસ હાથ ધરાતા “અનન્યા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ” દ્વારા ચલાવવામાં આવતી બોગસ પુજા પેથોલોજી લેબમાં કોઇ પણ પ્રકારની ડીગ્રી કે રજીસ્ટ્રેશન વિના અનન્યા હોસ્પીટલમા આવતા દર્દીઓના મેડીકલ સેમ્પલો લઈ પુથ્થકરણ કરી ખોટા લેબ રીપોર્ટ તૈયાર કરી આપવામાં આવતા હતા. અગાઉ આરોગ્ય વિભાગ દ્રારા સીલ કરેલી બોગસ અનન્યા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલમાંથી પુરાવા નાશ કરવાના ઇરાદે લઈ ગયેલાં CCTV નું N.V.R રેકોર્ડર રીકવર કરી કુલ 7 આરોપીઓની કેરાલા જીઆઇડીસી પોલીસ દ્વારા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

ધરપકડ કરાયેલા વધુ 7 આરોપીઓ

(૧) સ્મિત રાજેશભાઈ રામી, (૨) જયેશભાઈ ગોવિંદભાઈ ચાવડા, (૩) દિનેશભાઈ ધનશ્યામભાઈ મકવાણા, (૪) વિશાલ મુકેશભાઈ પરમાર, (૫) તરૂણ કાંતીભાઈ ગોહીલ, (૬) રાજીવ ઉર્ફે ભુદેવ વિશ્વનાથભાઈ શર્મા, (૭) કિશનભાઈ મનોજભાઈ ઠાકોર

આ પણ વાંચો : ગુજરાતની શિક્ષિકાએ તો ગજબ કર્યું, સરકારી શિક્ષિકા ચાલુ નોકરીએ 1 વર્ષથી છે અમેરિકામાં

Back to top button