એજ્યુકેશનગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

ગુજરાતની શિક્ષિકાએ તો ગજબ કર્યું, સરકારી શિક્ષિકા ચાલુ નોકરીએ 1 વર્ષથી છે અમેરિકામાં

ખેડા, 11 ઓગસ્ટ, ગુજરાતમાં સરકારી શાળામાં શિક્ષકોની ગેરહાજરીના એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એવામાં ખેડામાં વધુ એક સરકારી શિક્ષિકાનો બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેઓ નોકરી પર હોવા છતાં અમેરિકા પહોંચી ગયા છે. અને એક વર્ષથી શાળામાં આવ્યા નથી. અને તેઓ હાલ અમેરિકામાં હોવાની ખબરો સામે આવી રહી છે. આ શિક્ષિકાને નોટિસ આપ્યા છતાં તેઓ ફરજ પર હાજર થયા ન હતા. તેમને તેમની ગેરહાજરીનું કારણ જણાવવા માટે કહેવામાં આવ્યું છે. જો કે શિક્ષક તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. અને આ શિક્ષિકા NOC લીધા વગર જ વિદેશમાં સ્થાયી થઈ ગયા છે. પરિણામે બાળકોના શિક્ષણને અસર પડી રહી છે. નોંધપાત્ર છે કે, છેલ્લા થોડા દિવસમાં ગુજરાતમાં આવા કેટલાક કિસ્સા ધ્યાનમાં આવતા રાજ્યના શિક્ષણપ્રધાને ઑનલાઈન હાજરીનો નિમય કડક બનાવવાનો સંકેત આપ્યો હતો. (જૂઓ અહેવાલઃ https://www.humdekhenge.in/gujarat-education-minister-said-online-attendance-rule-will-be-implemented/ )

શિક્ષિકા દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યા નથી

ખેડાના શિક્ષિકાનો પોતાની નોકરી પ્રત્યેની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ખેડાના સોનલ નિલેશ પરમાર નામના શિક્ષિકા વિદેશમાં રહેતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ચાલુ નોકરીમાં ગેરહાજર રહીને શિક્ષિકા અમેરિકા પહોંચી ગયા છે તે ઘટનામાં હવે સોનલ પરમારને કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે. લગભગ એક વર્ષથી સોનલ પરમાર નામના શિક્ષિકા ગેરહાજર હોવાનું સામે આવ્યા બાદ તેમને પોતાની ગેરહાજરી અંગે કારણ દર્શાવવા માટે કહેવામાં આવ્યું છે. જોકે, શિક્ષિકા દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યા નથી. આ પહેલા બનાસકાંઠાના શિક્ષક કેનેડામાં અને દાંતાના શિક્ષક અમેરિકામાં હોવાની ખબરો આવી હતી. જે સિવાય કપડવંજની સ્કૂલના ડમી શિક્ષકની ખબરો પણ આવી હતી. આ સ્કૂલમાં ધોરણ 1થી 8 સુધીમાં 564 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

રાજ્યમાં એક પછી એક ગુલ્લીબાજ શિક્ષકોની પોલ ઉઘાડી પડી રહી છે. હવે ખેડામાં સરકારી શાળાના મેડમે એક વર્ષથી પગ મૂક્યો નથી. સોનલ પરમારની ગેરહાજરી વિશે મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણમાં જાણ કરવામાં આવી છે જેથી તેમની ગેરહાજરી પૂરવામાં આવી રહી છે. ખેડાના નડિયાદના હાથજની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સોનલ પરમાન નામના શિક્ષક 1 સપ્ટેમ્બર 2023થી કોઈ જાતની એનઓસી કે પૂર્વ મંજૂરી વિના ખોટી રીતે પરદેશ ગયા છે. આ શિક્ષિકા સોનલને નોટિસ આપ્યા છતાં તેઓ ફરજ પર હાજર થયા નહોતા. આ અંગેનો લેખિત રિપોર્ટ તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી નડિયાદ દ્વારા કરવામાં આવ્યો હતો. જેની માહિતી જૂની નોટિસમાં જણાવવામાં આવી છે.

ખેડાના શિક્ષિકા સોનલ પરમાર ચાલુ નોકરીએ વિદેશ ગયા હોવાથી શિક્ષકોની શાળામાં ઘટ વર્તાઈ રહી છે. નડિયાદની જે શાળાના શિક્ષિકા અમેરિકા પહોંચ્યા છે તે સ્કૂલમાં 1થી 8 ધોરણમાં 564 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સોનલ પરમારની ગેરહાજરીના કિસ્સામાં મુખ્ય શિક્ષક દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણમાં આ અંગે જાણ કરવામાં આવી છે જેથી તેમની ગેરહાજરી પુરવામાં આવી રહી છે. બીજી તરફ સોનલને જે નોટિસ મોકલવામાં આવે છે તેનો આજદિન સુધી કોઈ જવાબ મળ્યો નથી.

આ પણ વાંચો..અમદાવાદ: શહેરમાં ભૂવાના ત્રાસમાંથી છુટવા AMCએ શોધ્યો નવો રસ્તો

Back to top button