ગુજરાતમાં ઓફશોર ટ્રફના કારણે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
- રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ
- વસ્ત્રાલ, નિકોલ, બાપુનગરમાં ધીમીધારે વરસાદ પડ્યો
- પવનની ઝડપ પ્રતિ કલાકે 30 કિમીની રહેવાની શક્યતા
ગુજરાતમાં ઓફશોર ટ્રફના કારણે વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં મેઘની આગાહી વચ્ચે અમદાવાદમાં વરસાદ પડ્યો છે. તેમાં અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ સવારથી શરૂ થયો છે. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરાઇ છે. જેમાં અમદાવાદના પ્રહલાદનગર, વસ્ત્રાપુરમાં ધીમીધારે વરસાદ પડ્યો છે.
વસ્ત્રાલ, નિકોલ, બાપુનગરમાં ધીમીધારે વરસાદ પડ્યો
વસ્ત્રાલ, નિકોલ, બાપુનગરમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. નરોડા, સીટીએમ, જશોદાનગર, પ્રહલાદનગર, વસ્ત્રાપુરમાં ધીમીધારે વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.ઓફશોર ટ્રફના કારણે મધ્યમ વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ રહેશે. સરદાર સરોવર ડેમના 5 દરવાજા ખોલાશે. જેમાં આજે પાંચ દરવાજા ખોલી નર્મદા ડેમમાંથી દોઢ લાખ ક્યૂસેક પાણી છોડાશે. તેમજ જામનગર જિલ્લામાં આજરોજ 4 મીમી વરસાદ પડવાની શક્યતા છે. તેમજ આજથી થી 14 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને મધ્ય વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. તેમજ છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદ અથવા ઝાપટા પડવાની શક્યતા છે.
પવનની ઝડપ પ્રતિ કલાકે 30 કિમીની રહેવાની શક્યતા
મોરબી જિલ્લામાં પવનની ઝડપ પ્રતિ કલાકે 34 કિમીની રહેવાની શક્યતા છે. તેમજ 3 મીમી વરસાદ પડવાની શક્યતા છે. મોરબી જિલ્લામાં આજથી 14 દરમિયાન હુંફાળું, ભેજવાળું અને મુખ્યત્વે વાદળછાયો વાતાવરણ રહેવાની શક્યતા છે. છૂટો છવાયો વરસાદ પડવાની પણ શક્યતા છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ પડવાની આગાહી છે. તેમજ પવનની ઝડપ પ્રતિ કલાકે 30 કિમીની રહેવાની શક્યતા છે. તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હુંફાળું, ભેજવાળું અને વાદળછાયુ હવામાન રહેવાની શક્યતા છે. તેમજ છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.