ટ્રેન્ડિંગપેરિસ ઓલિમ્પિક 2024મીડિયાવર્લ્ડસ્પોર્ટસ

વિનેશ ફોગાટના સમર્થનમાં આવ્યો પેરિસ ઓલિમ્પિક 2024નો ગોલ્ડ મેડલિસ્ટ, જાણો શું કહ્યું?

  • વિનેશ ફોગાટના સમર્થનમાં ધીમે ધીમે ઘણા ખેલાડીઓ આવી રહ્યા છે. દરમિયાન પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર જાપાની એથ્લેટે હવે સોશિયલ મીડિયા દ્વારા વિનેશને સપોર્ટ કર્યો છે

જાપાન, 10 ઓગસ્ટ: વિનેશ ફોગાટના સમર્થનમાં આજે આખો દેશ ઉભો છે. વિનેશ ફોગાટને મહિલા કુશ્તીની ફાઇનલ મેચ પહેલા માત્ર 100 ગ્રામ વધુ વજનના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ નિર્ણય બાદ વિનેશની સાથે સાથે સમગ્ર દેશને મોટો આંચકો લાગ્યો છે. વિનેશ પાસે ઓલિમ્પિક 2024માં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીતવાની શાનદાર તક હતી, પરંતુ તે આમ કરી શકી નહીં. અયોગ્ય જાહેર થયા બાદ તેણીએ નિવૃત્તિની પણ જાહેરાત કરી દીધી છે. હવે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર એથ્લેટે વિનેશના સમર્થનમાં મોટું નિવેદન આપ્યું છે. તેને જાપાનના રેઈ હિગુચીનું સમર્થન મળ્યું છે. તેણે ફોગાટને નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચવા વિનંતી કરી છે.

જાપાની રેસલરે કરી આ પોસ્ટ

2024 પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર હિગુચીએ ફોગાટને પોતાનો ટેકો આપતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હું તમારી પીડાને હું સારી રીતે સમજું છું. તમારી આસપાસના અવાજોની ચિંતા કરશો નહીં. જીવન છે ચાલ્યા કરે છે. નિષ્ફળતાઓમાંથી બહાર આવવું એ સૌથી સુંદર વાત છે. સારી રીતે આરામ કરો. તમને જણાવી દઈએ કે હિગુચીને ટોક્યો ઓલિમ્પિકમાંથી પણ અયોગ્ય જાહેર કરવામાં આવ્યો હતો કારણ કે મેચ પહેલા વજનમાં માત્ર 50 ગ્રામ વધારે વજન જોવા મળ્યું હતું. પરંતુ, જાપાની રેસલરે પેરિસમાં જોરદાર વાપસી કરી અને ફાઇનલમાં તેના અમેરિકન હરીફ સ્પેન્સર રિચર્ડ લીને 4-2થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

 

CASમાં અટવાયેલો વિનેશનો કેસ

વિનેશે ફાઈનલ મેચના દિવસ પહેલા આખી રાત વજન ઘટાડવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. આ માટે તેણીએ ખાવાનું પણ છોડી દીધું હતું અને વાળ પણ કપાવી નાખ્યા હતા. આટલું જ નહીં, તેણીએ આખી રાત કસરત કરવામાં વિતાવી જેથી તેનું વજન 50 કિલો સુધી નીચે લાવી શકાય પરંતુ તે થઈ શક્યું નહીં. તમામ યુક્તિઓ અજમાવવા છતાં વિનેશનું વજન 100 ગ્રામ વધુ નીકળ્યું. આ પછી ભારતીય રેસલરને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. તેમણે હાલ CASને અપીલ કરી છે. જેના પર ગમે ત્યારે નિર્ણય આવી શકે છે. રિપોર્ટ અનુસાર, યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ના નિર્ણય વિરુદ્ધ વિનેશ ફોગાટની અપીલની સુનાવણી હવે પૂરી થઈ ગઈ છે.

આ પણ વાંચો: બ્રોન્ઝ મેડલ: ઓલિમ્પિકમાં પરસેવો પાડીને જીત્યો ચંદ્રક, હવે પરસેવાના લીધે જ ગયો કલર

Back to top button