અમદાવાદગુજરાત

માણેકચોક જમવા જતા ચેતજો! AMCના ફૂડ વિભાગના ચેકિંગમાં અખાદ્ય પદાર્થ મળ્યો

Text To Speech

અમદાવાદ, 10 ઓગસ્ટ 2024, શહેરમાં ખાણીપીણીની ચીજોમાંથી જીવજંતુ નીકળવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. બીજી તરફ અખાદ્ય ચીજવસ્તુઓ સામે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે AMC ફૂડ વિભાગે માણેકચોકમાં મળતી ખાણીપીણીની ચીજવસ્તુઓમાં હલકી ગુણવતાની વસ્તુઓ વપરાતી હોવાની માહિતી મળતાં આજે દરોડા પાડી ચેકિંગ હાથ ધર્યું હતું. ચેકિંગ દરમિયાન 356 કિલો અને 276 લિટર બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થ મળી આવ્યો હતો.

AMCના ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું
આજે AMC ફૂડ વિભાગના ચેકીંગમાં માણેકચોક ખાણીપીણી ચીજવસ્તુઓમાં બોમ્બે ગુલાલવાડી ભાજીપાંવની ગ્રેવી હલકી ગુણવત્તાની વાપરતાં હોવાનું સામે આવ્યું છે. આ ચોકમાંથી 5 જગ્યાએથી કપાસિયા અને સીંગતેલના સેમ્પલ હલકી ગુણવત્તાના નીકળ્યા છે. શ્રાવણ મહિનો શરૂ થતાં ફરાળી ચીજવસ્તુઓનું અને મીઠાઈનું વેચાણ વધતું હોય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ, નમકીન અને ફરાળી ચીજવસ્તુઓના વેચાણ કરતી દુકાનોમાં ચેકિંગ શરૂ કર્યું છે.

એક અઠવાડિયામાં 449 ખાદ્ય એકમોની તપાસ કરી
4 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધીના અઠવાડિયામાં 449 ખાદ્ય એકમોની તપાસ કરી હતી. ફરાળી પ્રોડક્ટસના 22, મીઠાઈના 15, દૂધ અને દૂધની બનાવટના 5, બેકરી પ્રોડક્ટસ 2, મસાલા 1 અને અન્ય 20 એમ કુલ 65 નમૂના લેવામાં આવ્યા છે. AMCના ફૂડ વિભાગે 141 એકમોને નોટિસ આપી છે. 356 કિલો અને 276 લિટર બિન આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નિકાલ કર્યો છે. તેમજ 2.97 લાખ વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે.માણેકચોક એ અમદાવાદનું સૌથી મોટુ ખાણીપીણીનું બજાર ગણાય છે ત્યારે અહીથી આટલા પ્રમાણમાં અખાદ્ય જથ્થો અને હલકી ગુણવતાની વસ્તુઓનો વપરાશ સામે આવતા બજારમાં જે લોકો ખાવા જતા હોય તેઓએ સાવધાન રહેવાની જરૂર છે.

આ પણ વાંચોઃઅમદાવાદ: 15 વર્ષથી વસવાટ કરી રહેલા 95 પરિવારોના ઝુંપડા તૂટ્યા; AMC એ શોપિંગ સેન્ટર બનાવવા કામ શરૂ કરાયું

Back to top button