અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદઃ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશન દ્વારા નવજીવન ટ્રસ્ટનાં મેન્ટલી ડિસેબલ બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન

Text To Speech

અમદાવાદ 10 ઓગસ્ટ 2024 :  અમદાવાદના ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા અમદાવાદનાં નવજીવન ટ્રસ્ટના મેન્ટલી ડિસેબલ બાળકો માટે અમદાવાદના એલિસબ્રીજ ખાતે આવેલી પતંગ હોટલમાં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

દર અઠવાડિયે 50 ગરીબ બાળકોને બ્રેકફાસ્ટ કરાવાય છે

હંમેશા સમાજ માટે ઉપયોગી અને પ્રેરણાદાઈ કામો કરનાર’ ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા અનોખી સામજિક પહેલ કરવામાં આવી છે. પતંગ દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, આ પ્રોજેકટ અંતર્ગત તેઓ દર અઠવાડિયે એક એનજીઓની મદદથી ૫૦ ગરીબ બાળકોને પતંગમાં બ્રેકફાસ્ટ કરાવવા માટે લાવી રહ્યા છે, જેથી આ બાળકો ઊંચાઈએથી અમદાવાદનો નજારો માણી શકે.

600 વર્ષ જૂનું આશાવાલ કેવી રીતે અમદાવાદ બન્યું

ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર એન્ડ CEO અસ્મિતા ઠક્કરે પત્રકારોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજે અમદાવાદમાં નિલેશભાઈ પંચાલ સંચાલિત નવજીવન ટ્રસ્ટ એનજીઓનાં બાળકો જેઓ મેન્ટલી ડિસેબલ છે જેની સાલ સંભાળ નવજીવન થકી કરવામાં આવે છે. ત્યારે આજે આ તમામ બાળકોને પહેલી વખત પતંગ હોટલની મુલાકાત અને બ્રેકફાસ્ટ કરાવવામાં આવ્યું હતું. સાથે આ તમામ બાળકોને અમદાવાદના સાંસ્કૃતિક વારસા વિશે તથા 600 વર્ષ જૂનું અમદાવાદ જેને એક સમયમાં આશાવલ તથા કર્ણાવતીના નામે ઓળખાતા તેવા અદભુત શહેરની પુરાતન ઈમારતો તથા શહેરની ઓળખ વિશે માહિતી આપવામાં આવી હતી

ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનનો અનોખો સેવા યજ્ઞ

આમ, અમદાવાદની આન, બાન અને શાન ગણાતી એવી હોટલ પતંગમાં એનજીઓ ઇવેન્ટ ફાઉન્ડેશન બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરીને તેમના જીવનમાં ઉત્સાહનો ઉમંગ ભર્યો છે.

આ પણ વાંચો : ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનનો અનોખો સેવા યજ્ઞ: ‘અનમોલ મોતી’ NGO નાં 50 જેટલા બાળકોએ બ્રેકફાસ્ટ કર્યો

Back to top button