ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસામાં મહિલાને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની કેદ

Text To Speech
  • ક્રેડિટ સોસાયટીમાંથી લોન લઈ ન ભરતા ડીસા કોર્ટે સજા ફટકારી

બનાસકાંઠા 10 ઓગસ્ટ 2024 :  ડીસામાં આવેલી ભોલેનાથ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી માંથી લીધેલી લોન ન ભરતા મહિલા ને ક્રેડિટ સોસાયટીએ ઉઘરાણી કરતા ચેક આપ્યો હતો. જે ચેક રીટર્ન થતા કોર્ટમાં કેસ કરતાં કોર્ટે મહિલાને એક વર્ષની કેદની સજા ફરમાવવાનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે ,ડીસામાં આવેલ ધી ભોલેનાથ ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટી લિમિટેડ માંથી ડીસાની રત્નાકર સોસાયટીમાં રહેતા ભારતીબેન કમલેશભાઈ પઢિયારએ રૂપિયા 1,00,000 ની લોન લીધી હતી. સદર લોનની રકમ તેઓએ ન ભરતાં ક્રેડિટ સોસાયટી દ્વારા ઉઘરાણી કરતા ભારતીબેને લોનની રકમ અને વ્યાજ સાથેનો રૂપિયા 1,72,500 નો ચેક આપ્યો હતો. જે ચેક રિટર્ન થયો હતો.આથી ક્રેડિટ સોસાયટીએ તેઓના વકિલ મારફતે ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી.

જે કેસ ડીસા કોર્ટમાં ચાલી જતા ડીસાના બીજા અધિક એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ એચ.એસ.ચાવડા એ ફરિયાદી પક્ષના વકીલ જીગર એન જોષીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી ભારતીબેન કમલેશભાઈ પઢીયારને એક વર્ષ સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.જજે ચુકાદામાં એમ પણ જણાવ્યું હતું કે ચેક ની રકમ વળતર તરીકે ₹1,90,000 આરોપીએ ફરિયાદીને વળતર તરીકે ચૂકવી આપવી અને જો વળતરની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ પણ કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : અમદાવાદ: 14,33,300 ની કિંમતના 93.760 ગ્રામનાં MD મૅફેડ્રોન જથ્થા સાથે ક્રાઈમ બ્રાન્ચે 3 ની ધરપકડ કરી

Back to top button