દીપિકા, અનુષ્કા અને કૈટરિનાના ફેવરિટ બ્રેકફાસ્ટના શું છે ફાયદા?
- ઈડલી આમ તો સાઉથ ઈન્ડિયન ડિશ છે, પરંતુ ભારતના લગભગ દરેક શહેરમાં મળી જાય છે. બોલિવૂડ અભિનેત્રી પણ ફિટનેસ માટે આ ડિશ ખાવાનું પસંદ કરે છે
HD ન્યુઝ ડેસ્કઃ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ, અનુષ્કા શર્મા અને કૈટરિના કૈફમાં એક વસ્તુ કોમન છે અને એ છે તેમનો બ્રેકફાસ્ટ. આ ત્રણેય અભિનેત્રીઓને બ્રેકફાસ્ટમાં ઈડલી ખાવી ગમે છે. ઈડલી આમ તો સાઉથ ઈન્ડિયન ડિશ છે, પરંતુ ભારતના લગભગ દરેક શહેરમાં મળી જાય છે. બોલિવૂડ અભિનેત્રી પણ ફિટનેસ માટે આ ડિશ ખાવાનું પસંદ કરે છે. જો તમે વિચારો છો કે ચોખા અને અડદની દાળથી બનેલી ઈડલી ખાઈને તમારું વજન વધી જશે તો તે વાત ખોટી છે. સાબિતી છે આ અભિનેત્રીઓ. બ્રેકફાસ્ટમાં ઈડલી ખાવાના ઘણા ફાયદા છે.
ડાઈજેશન માટે ફાયદાકારક
ઈડલી ખાવામાં સુપાચ્ય હોય છે અને નબળી પાચનશક્તિ ધરાવતી વ્યક્તિ પણ તેને સરળતાથી પચાવી શકે છે. ગટ હેલ્થ અને ગુડ બેક્ટેરિયા માટે તેને ફર્મેટ કરીને ખાવી વધુ ફાયદાકારક છે.
લો કેલરી ફૂડ
આ સાથે જ ઈડલી લો કેલરી ફૂડ છે. આ કારણે શરીરમાં એકસ્ટ્રા કેલરીની કોઈ ઝંઝટ રહેતી નથી.
જમ્યાનો સંતોષ મળે છે
ઈડલીમાં ચોખાની માત્રા હોય છે. તેમાં કાર્બોહાઈડ્રેટ હોય છે. જે એનર્જીની સાથે મગજને પણ રિલેક્સ અને હેપ્પી રાખવામાં મદદ કરે છે. બ્રેકફાસ્ટમાં ખાવાથી પેટ ભરાયાની સંતુષ્ટિ ફીલ થાય છે. બીજી વસ્તુઓ ખાવાનું મન થતું નથી. આ કારણે અનહેલ્ધી સ્નેકિંગથી તમે દૂર રહી શકો છો.
ફાઇબરથી ભરપૂર
અડદની દાળમાં સારી માત્રામાં ફાઈબર હોય છે. જેના કારણે તે પેટને ભરેલું રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત પાચનક્રિયા પણ સારી રહે છે.
પ્રોટીન મળે છે
તમે તમારી જરૂરિયાત મુજબ ઈડલીને કસ્ટમાઈઝ કરી શકો છો. જેમ કે રવા, રાગી, ઓટ્સ અથવા મલ્ટીગ્રેન ઇડલી. જેના કારણે શરીરને સરળતાથી પ્રોટીનની સાથે અન્ય પોષણ પણ મળી રહે છે.
વજન ઘટાડવામાં મદદ કરે છે
ઈડલી વજન ઘટાડવા માટે અનુકૂળ છે કારણ કે તેને ખાવા માટે પોર્શન નક્કી કરવો પણ સરળ છે. બે થી ત્રણ ઈડલી ખાઈને તમે તમારી જાતને ફિટ રાખી શકો છો.
આ પણ વાંચોઃ સીઝનલ ફ્લૂથી પરેશાન છો? આ ઘરેલુ ઉપાયથી ઈમ્યુનિટી વધારો, ઝડપથી થશો સાજા