શિવલિંગ પર જળ ચઢાવતી વખતે આ ભૂલો ન કરતા, જાણો જળાભિષેકની સાચી રીત
- શ્રાવણ માસ દરમિયાન જ સમુદ્રમંથનમાંથી નીકળેલું વિષ ભગવાન શિવે ધારણ કર્યું હતું અને તેના કારણે તેનું શરીર તપવા લાગ્યું. દેવતાઓએ ચિંતિત થઈને ભગવાન શિવ પર જળાભિષેક કર્યો
HD ન્યુઝ ડેસ્કઃ દેવોના દેવ મહાદેવને પ્રિય એવા શ્રાવણ મહિનાની શરૂઆત 5 ઓગસ્ટને સોમવારના રોજથી થઈ ચૂકી છે. આ વખતે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર છે. આ શ્રાવણમાં સર્વાર્થ સિદ્ધિ યોગ, પ્રીતિ યોગ, આયુષ્માન યોગ સાથે અનેક રાજયોગનું નિર્માણ થવાનું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આવા દુર્લભ યોગ 72 વર્ષ બાદ બન્યા છે. પૌરાણિક કથાઓ અનુસાર શ્રાવણ માસ દરમિયાન જ સમુદ્રમંથનમાંથી નીકળેલું વિષ ભગવાન શિવે ધારણ કર્યું હતું અને તેના કારણે તેનું શરીર તપવા લાગ્યું. દેવતાઓએ ચિંતિત થઈને ભગવાન શિવ પર જળાભિષેક કર્યો. શ્રાવણ મહિનામાં શિવલિંગને જળાભિષેક કરવાનું ખાસ મહત્ત્વ છે. શિવ પુરાણ અનુસાર માત્ર શિવલિંગ પર જળ અર્પિત કરવા માત્રથી જ ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે. જોકે આપણે ઘણી વખત અજાણતા જ જળાભિષેક કરતી વખતે ભૂલ કરી બેસીએ છીએ.
જાણો શિવલિંગ પર જળાભિષેક કરવાની સાચી રીત
- ભગવાન શિવને જળ અર્પણ કરવા માટે તાંબા, ચાંદી અથવા કાચનો લોટો લો
- શિવલિંગ પર જલાભિષેક હંમેશા ઉત્તર દિશામાં કરવો જોઈએ. ઉત્તર દિશાને ભગવાન શિવનું ડાબુ અંગ માનવામાં આવે છે, જે દેવી પાર્વતીને સમર્પિત છે.
- સૌથી પહેલા શિવલિંગ પર જળાધારીની દિશામાં અભિષેક કરો, ત્યાં ગણેશજીનો વાસ માનવામાં આવે છે.
- હવે શિવલિંગની જળાધારીની જમણી બાજુ અભિષેક કરો, ત્યાં ભગવાન કાર્તિકેયનું સ્થાન માનવામાં આવે છે.
- ત્યારબાદ શિવલિંગની જળાધારીની વચ્ચે જળ ચઢાવો, જે ભોલેબાબાની પુત્રી અશોક સુંદરીને સમર્પિત છે.
- હવે શિવલિંગની ચારેબાજુ જળ ચઢાવો જે માતા પાર્વતીની જગ્યા માનવામાં આવે છે.
- અંતમાં શિવલિંગના ઉપરના ભાગમાં જળ અર્પણ કરો.
આ પણ વાંચોઃ શ્રાવણમાં કરો આ શિવ મંત્રોનો જાપ, દરેક કાર્યમાં મળશે સફળતા