ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024સ્પોર્ટસ

ઓલિમ્પિક મેડલ વિજેતા હોકી ટીમનું ડૉ. મનસુખ માંડવિયાએ કર્યું સન્માન

  • ટીમના સમર્પણ અને સખત મહેનતની કરી પ્રશંસા

નવી દિલ્હી, 10 ઓગસ્ટ, યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ​​નવી દિલ્હીમાં પેરિસ ઓલિમ્પિક 2024 માં બ્રોન્ઝ મેડલ મેળવવામાં ભારતીય હોકી ટીમને તેમની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. ડૉ. માંડવિયાએ ટીમના સમર્પણ અને સખત મહેનતની પ્રશંસા કરી અને કહ્યું કે વૈશ્વિક મંચ પર તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શને સમગ્ર રાષ્ટ્રને ગૌરવાન્વિત કર્યું છે.

ડૉ. મનસુખ માંડવિયાએ પેરિસ ઓલિમ્પિકમાં અસાધારણ પ્રદર્શન માટે ભારતીય પુરૂષ હોકી ટીમનું સન્માન કર્યું. ટીમના સમર્પણ અને સખત મહેનતની પ્રશંસા પણ કરી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, “તમે ભારતને અપાર ગૌરવ અપાવ્યું છે અને લાખો યુવા રમતવીરોને તેમના સપનાને આગળ ધપાવવા માટે પ્રેરિત કર્યા છે” ખેલાડીઓ સાથે વાર્તાલાપ કરતી વખતે ડૉ. માંડવિયાએ તેમને ઉત્કૃષ્ટતા માટે સતત પ્રયત્નશીલ રહેવા અને ભવિષ્યમાં વધુ મોટી સિદ્ધિઓ પર તેમની નજર રાખવા માટે પ્રોત્સાહિત કર્યા.

શું કહ્યું ડૉ. માંડવિયાએ ?

ડૉ. માંડવિયાએ જણાવ્યું કે, “સમગ્ર રાષ્ટ્રને તમારી સિદ્ધિ પર ગર્વ છે.” “આ જીત તમારી દ્રઢતા, ટીમવર્ક અને અદમ્ય ભાવનાનો પુરાવો છે. તમે ભારતને અપાર ગૌરવ અપાવ્યું છે અને લાખો યુવા રમતવીરોને તેમના સપના સાકાર કરવા માટે પ્રેરિત કર્યા છે.” કેન્દ્રીય મંત્રીએ કોચિંગ સ્ટાફ અને સહાયક ટીમના અથાક પ્રયત્નોની પણ પ્રશંસા કરી અને ટીમની સફળતામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને માન્યતા આપી. તેમણે ભારતમાં હોકીનો વધુ વિકાસ કરવા અને દેશની રમત પ્રતિભાને ઉછેરવા માટે તમામ જરૂરી સમર્થન આપવા સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. “હૉકી આપણાં માટે માત્ર એક રમત નથી – તે આપણા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે. ટીમ દ્વારા પ્રદર્શિત સખત મહેનત, પ્રતિબદ્ધતા અને જુસ્સાને કારણે આ ઐતિહાસિક સફળતા મળી છે. તમે વિશ્વને બતાવ્યું છે કે સંકલ્પ અને નિશ્ચયથી શું પ્રાપ્ત કરી શકાય છે.”

આ અગાઉ આજે સવારે ભારતીય હોકી ટીમ દિલ્હી આવી પહોંચી ત્યારે વિમાનમથકે ચાહકોએ ઢોલનગારાં વગાડીને સ્વાગત કર્યું હતું. (જૂઓ વીડિયો) એ દરમિયાન ખેલાડીઓ પણ ઉત્સાહમાં આવી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

હોકી ટીમના ખેલાડીઓએ તેમના સ્વાગત-સન્માન બાદ ભારતીય હોકીના સૌથી મહાન દિગ્ગજ મેજર ધ્યાનચંદની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને વંદન કર્યા હતા.

આ પણ વાંચો..રોબોફેસ્ટ – ગુજરાત 4.0 માટેના પ્રથમ-સ્તરની Ideation સ્ટેજનાં પરિણામો જાહેર

Back to top button