મોનસૂનમાં મહાબળેશ્વર ફરવાનો ખાસ બનાવો પ્લાન, આ જગ્યાની લો મુલાકાત
- મોનસૂન સીઝનમાં મહારાષ્ટ્રનું મહાબળેશ્વર પણ ફરવા માટેની એક બેસ્ટ જગ્યા છે. આ જગ્યા પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે
HD ન્યુઝ ડેસ્કઃ વરસાદના દિવસોમાં કોઈ હિલ સ્ટેશનની સફર તમને જીવનભરની યાદો આપી શકે છે. મોનસૂન સીઝનમાં મહારાષ્ટ્રનું મહાબળેશ્વર પણ ફરવા માટેની એક બેસ્ટ જગ્યા છે. આ જગ્યા પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. અહીંની હરિયાળી, ઝરણા અને શાંતિપૂર્ણ વાતાવરણ તમને આકર્ષિત કરશે. મહાબળેશ્વર પરિવાર સાથે ફરવા માટે એક સુંદર જગ્યા છે. અહીં આવીને તમે ફેમિલી સાથે કે પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો.
આ છે મહાબળેશ્વરની જોવાલાયક પાંચ જગ્યાઓ
વેન્ટવર્થ લેક
મહાબળેશ્વરનું સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ વેન્ટવર્થ લેક છે. તે એક કૃત્રિમ તળાવ છે, જેની ચારેય બાજુ સુંદર બગીચાઓ છે. અહીં તમે બોટિંગનો આનંદ માણી શકો છો. પિકનિક કરી શકો છો અથવા શાંતિપૂર્ણ વાતાવરણમાં બેસીને પ્રકૃતિનો આનંદ માણી શકો છો.
આર્થર સીટ
આર્થર સીટ મહાબળેશ્વરનું એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. અહીંથી તમે મહાબળેશ્વર શહેર અને આસપાસના પર્વતોનો સુંદર નજારો જોઈ શકો છો. સૂર્યાસ્ત જોવા માટે પણ આ સ્થળ ખૂબ જ સુંદર છે.
મહાબળેશ્વર મંદિર
મહાબળેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર દરિયાની સપાટીથી લગભગ 1400 મીટરની ઉંચાઈ પર આવેલું છે. મંદિરનું સ્થાપત્ય ખૂબ જ સુંદર છે અને તે એક શાંત અને પવિત્ર સ્થળ છે.
મેરી પોઈન્ટ
મેરી પોઈન્ટ મહાબળેશ્વરનું એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. અહીંથી તમે સેવન સિસ્ટર્સ વોટરફોલનો સુંદર નજારો જોઈ શકો છો. આ સ્થળ ટ્રેકિંગ અને પિકનિક માટે પણ ઉત્તમ સ્થળ છે.
બેબિંગ્ટન પોઈન્ટ
બેબિંગ્ટન પોઈન્ટ મહાબળેશ્વરના સૌથી ઊંચા પોઈન્ટમાંનું એક છે. અહીંથી તમે મહાબળેશ્વર શહેર અને આસપાસના પહાડોનો વિશાળ નજારો મેળવી શકો છો. આ સ્થળ સૂર્યાસ્ત જોવા માટે પણ ઉત્તમ સ્થળ છે.
આ પણ વાંચોઃ ધરતીના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં ફરવાનો બેસ્ટ સમય, અહીં જરૂર જજો