ટ્રેન્ડિંગનેશનલ

ધારાસભ્યે ઓચિંતી શાળાની મુલાકાત લીધી તો વિદ્યાર્થિનીઓ રડવા લાગી, જાણો એવું તો શું થયું?

  • મધ્યપ્રદેશના શિવપુરમાં એક સરકારી શાળા અને તેની હોસ્ટેલમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે તે શાળા ઓછી અને જેલ વધુ લાગે છે. ધારાસભ્યએ પણ ઘટનાસ્થળે જઈને સ્થિતિ જોઈ છે

શિવપુરી, 10 ઓગસ્ટ: મધ્યપ્રદેશના શિવપુરીમાં પોહરી વિધાનસભાના ધારાસભ્ય કૈલાશ કુશવાહાએ જ્યારે કસ્તુરબા ગાંધી કન્યા શાળાનું ઓચિંતું નિરીક્ષણ કર્યું ત્યારે તેઓ દંગ રહી ગયા. જ્યારે વિદ્યાર્થિનીઓએ ધારાસભ્યને તેમની સમસ્યાઓ વિશે જાણ કરી અને શાળાની હોસ્ટેલ વિશે જણાવ્યું તો ધારાસભ્ય પણ સ્તબ્ધ થઈ ગયા હતા. વિદ્યાર્થિનીઓએ કહ્યું કે તેમની સાથે જેલમાં કેદીઓ કરતાં પણ ખરાબ વર્તન કરવામાં આવે છે. વોર્ડન વિદ્યાર્થીનીઓને નહાવા માટે પાણી એકઠું કરાવે છે. તેમની પાસે કપડાં ધોવરાવવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થિનીઓને ભૂખ લાગે છે ત્યારે તેમને સડેલાં ફળો આપવામાં આવે છે. આ બધું કહેતી વખતે એક વિદ્યાર્થિની તો રડવા પણ લાગી હતી.

વિદ્યાર્થિનીઓએ રડતાં રડતાં ધારાસભ્યને પોતાની પીડા જણાવી

વિદ્યાર્થિનીઓએ રડતાં રડતાં ધારાસભ્યને પોતાની પીડા જણાવી હતી. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે તેમને નબળો નાસ્તો આપવામાં આવે છે. જ્યારે તેઓ તેમને ખાવાની ના પાડે છે, ત્યારે તેમને મારવામાં આવે છે અને બળજબરીથી ખવડાવવામાં આવે છે. તેમણે કહ્યું કે આ હોસ્ટેલ કરતાં જેલ વધારે છે. જ્યાં બાળકોને ભણાવવા કરતા હેરાન પરેશાન વધારે કરવામાં આવે છે.

છાત્રાલયમાં ઝાડુ-પોતા મરાવવાનો આરોપ

જ્યારે વિદ્યાર્થીનીઓ ધારાસભ્યની સામે કંઈક કહેવા માંગતી હતી ત્યારે ત્યાં હાજર સ્ટાફે તેમને આંખો બતાવીને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ધારાસભ્ય કૈલાશ કુશવાહાએ આ જોયું તો તેમણે સ્ટાફને ત્યાંથી હટાવી દીધો અને પછી તેમણે વિદ્યાર્થિનીઓને નિર્ભયતાથી તેમની સમસ્યાઓ જણાવવા કહ્યું. પીડિત વિદ્યાર્થિનીએ ધારાસભ્યને જણાવ્યું કે તેમને હોસ્ટેલમાં પીવાનું અને ન્હાવાનું પાણી ભરવામાં આવે છે. આ ઉપરાંત હોસ્ટેલમાં ઝાડુ અને પોતું પણ મરાવવામાં આવે છે.

હોસ્ટેલમાં મારપીટનો આરોપ

વિદ્યાર્થિનીઓએ ધારાસભ્યને ત્યાં સુધી કહ્યું કે તેમની જોડે કપડાં ધોવરાવવામાં આવે છે અને હોસ્ટેલની હેડ મિસ્ટ્રેસ ક્યારેય હોસ્ટેલમાં રહેતી નથી. તે તેમને સડેલાં ફળો ખાવા માટે આપે છે. કેટલીક વિદ્યાર્થિનીઓએ તો એમ પણ કહ્યું કે તેમને નાસ્તામાં આપવામાં આવતા પોહામાં જાળા અને જંતુઓ નીકળતા હોય છે. આ નાસ્તો તેમને બળજબરીથી ખવડાવવામાં આવે છે. કેટલીક વિદ્યાર્થિનીઓએ ધારાસભ્યને એમ પણ જણાવ્યું કે હોસ્ટેલમાં તેમની સાથે મારપીટ પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો: ચેસની દુનિયાની કલંક સમાન ઘટનાઃ હરીફ ખેલાડીને કર્યો ઝેર આપવાનો પ્રયાસ! જૂઓ વીડિયો

Back to top button