રોબોફેસ્ટ – ગુજરાત 4.0 માટેના પ્રથમ-સ્તરની Ideation સ્ટેજનાં પરિણામો જાહેર
ગાંધીનગર, 10 ઑગસ્ટ: ROBOFEST-GUJARAT 4.0 માટેના પ્રથમ-સ્તરની Ideation સ્ટેજનાં પરિણામો જાહેર થયા છે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા આયોજિત, ગુજરાત સાયન્સ સિટીના સહયોગથી, આ કાર્યક્રમ રૂ. 5.00 કરોડની ઇનામી રકમ સાથે ભારતની સૌથી મોટી અને સૌથી પ્રતિષ્ઠિત રોબોટિક્સ સ્પર્ધા છે. આ સ્પર્ધાએ દેશભરના યુવા દિમાગની કલ્પના અને સર્જનાત્મકતાને વેગ આપ્યો છે, રજીસટ્રેશનની અંતિમ તારીખ 1 જુલાઈ, 2024ની સુધીમાં 34 યુનિવર્સિટીઓ, 104 સંસ્થાઓ અને 4 શાળાઓમાંથી અભૂતપૂર્વ 1,284 નોંધણીઓ આકર્ષિત કરી છે.
કુલ 682 નવીન વિચાર દરખાસ્તોને પસંદ કરવામાં આવી
આજે ભારતભરના મહત્વાકાંક્ષી ઇજનેરો અને STEM ઉત્સાહીઓ માટે એક મહત્વનો દિવસ છે કારણ કે ROBOFEST-GUJARAT 4.0 માટેના પ્રથમ-સ્તરની Ideation સ્ટેજના પરિણામો આવી ચૂક્યા છે. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, IIT દિલ્હી, IIT કાનપુર, IIT બોમ્બે, IIT ગાંધીનગર, એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ, ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી, iCreate, અને ભૌતિક સંશોધન પ્રયોગશાળા, અમદાવાદ જેવી અગ્રણી સંસ્થાઓના નિષ્ણાતોનો સમાવેશ કરતી પ્રતિષ્ઠિત ટેકનિકલ એડવાઈઝરી કમિટી દ્વારા કુલ 682 નવીન વિચાર દરખાસ્તોને પસંદ કરવામાં આવી હતી અને તેનું ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. દરેક દરખાસ્તનું મૂલ્યાંકન તેની નવીનતા, શક્યતા અને સંભવિત અસરના આધારે કરવામાં આવ્યું હતું. તેમાંથી 169 ટીમોને સ્પર્ધાના આગલા તબક્કામાં જવા માટે પસંદ કરવામાં આવી છે.
₹50,000 નો રોકડ પુરસ્કાર
આ ટીમો ગુજરાતમાંથી 111 અને અન્ય રાજ્યોમાંથી 58 નું પ્રતિનિધિત્વ કરે છે, પ્રત્યેકને ₹50,000 નું રોકડ પુરસ્કાર પ્રાપ્ત થશે જેથી તેઓ તેમની વિભાવનાઓને પ્રૂફ ઓફ કોન્સેપ્ટ્સમાં વધુ વિકસિત કરી શકે. 25 સપ્ટેમ્બર, 2024ની સમયમર્યાદા સાથે આ તબક્કો તેમની શ્રેષ્ઠતા તરફની સફરમાં એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. પસંદગી પામેલ વિદ્યાર્થીઓની વિગતવાર યાદી www.robofest.gujarat.gov.in અને www.gujcost.gujarat.gov.in પર પ્રકાશિત કરવામાં આવી છે. આ પ્રસંગે બોલતા, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધારે રોબોફેસ્ટ-ગુજરાત પહેલ પર પોતાનો ગર્વ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “રોબોફેસ્ટ-ગુજરાત એક અનોખા પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે
રોબોફેસ્ટ-ગુજરાતમાં વાસ્તવિક દુનિયાની સમસ્યાના નિરાકરણ પર ભાર મૂકતી સાત શ્રેણીઓનો સમાવેશ થાય છે, આથી તે, WRO ઇન્ડિયા, ટેક્નોક્સિઅન, SP રોબોટિક્સ વર્ક્સ અને VEX રોબોટિક્સ સ્પર્ધા જેવી અન્ય રાષ્ટ્રીય રોબોટિક્સ સ્પર્ધાઓથી પોતાને અલગ પાડે છે. આ વ્યાપક અભિગમ, તેના સ્કેલ અને મહત્વાકાંક્ષા સાથે મળીને, રોબોફેસ્ટ-ગુજરાતને રોબોટિક્સ સમુદાયમાં એક અનોખી ઘટના બનાવે છે. દેશભરમાં પ્રીમિયર STEM સંસ્થાઓની સતત વધતી જતી રુચિનાં કારણે આ વર્ષે 1,284 ટીમનાં રજીસ્ટ્રેશન થયેલ છે કે જેમાં 34 યુનિવર્સિટીઓ, 104 સંસ્થાઓ અને 4 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 6,240 વિદ્યાર્થીઓ અને મેંટર્સનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો..પેરિસ ઓલિમ્પિકમાં કુસ્તીબાજ અમન સેહરાવતે જીત્યો બ્રોન્ઝ, કુસ્તીમાં પ્રથમ અને ભારતને છઠ્ઠો મેડલ મળ્યો