ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024વર્લ્ડસ્પોર્ટસ

પેરિસ ઓલિમ્પિકમાં કુસ્તીબાજ અમન સેહરાવતે જીત્યો બ્રોન્ઝ, કુસ્તીમાં પ્રથમ અને ભારતને છઠ્ઠો મેડલ મળ્યો

  • અમન સેહરાવત મેચની શરૂઆતમાં પાછળ હતો પરંતુ પછી તેણે લીડ મેળવી લીધી અને પાછળ વળીને જોયું નહીં

પેરિસ, 9 ઓગસ્ટ: પેરિસ ઓલિમ્પિક્સમાં કુસ્તીબાજ અમન સેહરાવતે શુક્રવારે પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અમને પુર્તો રિકોના ડારિયન ટોઇ ક્રુઝને 13-5થી હરાવ્યો હતો. અમન મેચની શરૂઆતમાં પાછળ હતો પરંતુ પછી તેણે લીડ મેળવી લીધી અને પાછળ વળીને જોયું નહીં. પેરિસ ઓલિમ્પિકમાં ભારત માટે કુસ્તીમાં આ પહેલો મેડલ છે, જ્યારે ભારતનો છઠ્ઠો મેડલ છે.

આ પહેલા ભારતના યુવા કુસ્તીબાજ અમન સેહરાવતે એકતરફી સેમિફાઈનલમાં ટોચના ક્રમાંકિત જાપાનના રેઈ હિગુચી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. છત્રસાલ અખાડાના પ્રતિભાશાળી કુસ્તીબાજ અમને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં અને ક્વાર્ટર ફાઇનલમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ હિગુચી સામે આક્રમક રમત બતાવી શક્યો નહીં અને એક પણ પોઈન્ટ મેળવી શક્યો નહીં. અમને પેરિસ ઓલિમ્પિકની પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીની પ્રથમ બે મેચ ટેકનિકલ શ્રેષ્ઠતા દ્વારા જીતી હતી.

 

ઓલિમ્પિકમાં ભારતનો છઠ્ઠો મેડલ 

એશિયન ચેમ્પિયનશિપના સુવર્ણ ચંદ્રક વિજેતા અને ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર દેશના એકમાત્ર પુરુષ કુસ્તીબાજ અમનને ક્વાર્ટર ફાઇનલમાં અબાકારોવ સામે આસાનીથી જીત મળી હતી. પ્રથમ રાઉન્ડમાં, અબાકારોવે ‘નિષ્ક્રિયતા’ને કારણે એક પોઈન્ટ મેળવ્યો અને પછી ‘ટેક ડાઉન’ને કારણે બે પોઈન્ટ મેળવ્યા. ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન અબાકારોવ બીજા રાઉન્ડમાં પણ આવી જ હાલતમાં હતો, ત્યાર બાદ ભારતના 21 વર્ષીય યુવા કુસ્તીબાજે પગ બાંધવાનો પ્રયાસ કર્યો (બંને પગ પકડીને ઘણી વખતફેરવ્યા) અને તે સફળ પણ થયો. આ રીતે તેણે સતત આઠ પોઈન્ટ મેળવ્યા અને 10થી વધુ પોઈન્ટ મેળવીને ટેકનિકલ શ્રેષ્ઠતાથી જીત મેળવી. પરંતુ અબાકારોવે અંતે આપવામાં આવેલા બે પોઈન્ટને પડકાર ફેંક્યો પરંતુ રેફરીએ અમનની તરફેણમાં નિર્ણય લીધો અને તેને વધુ એક પોઈન્ટ આપ્યો.

અગાઉ, અમન તેના પ્રતિસ્પર્ધી ઉત્તર મેસેડોનિયાના વ્લાદિમીર એગોરોવ સામે શાનદાર પ્રદર્શનના પગલે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો. અમન મેચ દરમિયાન ખૂબ જ ચપળ દેખાતો હતો અને તેણે પોતાનો બચાવ જાળવી રાખ્યો હતો તેમજ ભૂતપૂર્વ યુરોપિયન ચેમ્પિયન પર ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે 10-0થી જીત મેળવી હતી.

29 વર્ષીય એગોરોવ પ્રથમ રાઉન્ડમાં થોડો પરેશાન દેખાતો હતો અને અમનના ‘ઓલ આઉટ’ હુમલા પછી તેને તેના ઘૂંટણ માટે તબીબી સહાય લેવી પડી હતી. અમને પ્રતિસ્પર્ધીને વાપસી કરવા દીધી ન હતી. મેચમાં હજુ બે મિનિટ બાકી હતી ત્યારે અમને ‘ટેકડાઉન’ કરીને વધુ બે પોઈન્ટ મેળવ્યા અને 10-0થી લીડ મેળવી. વિનેશ ફોગાટે સળંગ મેચ જીતીને મેડલની આશા જગાવી હતી પરંતુ ફાઈનલ મેચ પહેલા 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.

આ પણ જૂઓ: સપ્તપદીના 7 નહિ પણ 8 ફેરા લીધા, કારણ જાણીને તમે પણ કરશો વિનેશ ફોગાટના વખાણ

Back to top button