ડીસા શહેરમાં પ્રથમ ટાઉન પ્લાનીંગ સ્કિમના વિવાદમાં હવે અસલી અને નકલી ખેડૂતોનો મુદ્દો ચગ્યો
ડીસા, 09 ઓગસ્ટ 2024,શહેરમાં લાગુ થનારી પ્રથમ ટાઉન પ્લાનિંગ સ્કીમના વિવાદની અંદર હવે અસલી નકલી ખેડૂતોનો વિવાદ ચર્ચાએ ચડ્યો છે. ટીપી મુદ્દે નગરપાલિકામાં અલગ અલગ ખેડૂતોના જૂથો આવી પોતે અસલી ખેડૂતો હોવાનો દાવો કરી રહ્યા છે. ગુરુવારે રજૂઆત કરવા આવેલા લોકોને ટીપી ચેરમેને અસલી ખેડૂતો ગણાવતા અન્ય ખેડૂતો ભડકયા હતા અને આજે પોતાની સાથે 7/12 ના ઉતારા લઈને ગુરુવારે રજૂઆત કરવા આવેલુ ટોળું ખેડૂતો નહીં પણ વેપારીઓ હતા તેવો આક્ષેપ કર્યો હતો.10 એક દિવસ અગાઉ ટીપી કમીટીની બેઠક વખતે ખેડૂતોનું ટોળું આવી ટીપી સ્કીમનો વિરોધ કર્યો હતો.
અસલી અને નકલી ખેડૂતોનો મુદ્દો ચગ્યો
ગુરુવારે નગરપાલિકામાં 40 થી 50 લોકોનું ટોળું આવી જમીનોના ખાતા નંબર સાથેની સહી વાળું આવેદનપત્ર આપી ટીપી સ્કીમ તેઓને મંજૂર છે તેવી રજૂઆત કરી હતી. ડીસા નગરપાલિકાના ટીપી કમિટીના ચેરમેન ચેતન ત્રિવેદીએ પણ એક ઇન્ટરવ્યૂમાં ગુરુવારે આવેલા ખેડૂતો અસલી હોવાનું નિવેદન આપ્યું હતું. જેથી ટીપી કમિટીના ચેરમેનના આ નિવેદનથી ગુસ્સે થયેલા ખેડૂતોનું ટોળું આજે નગરપાલિકામાં સુત્રોચ્ચાર સાથે આવી ચીફ ઓફિસર સમક્ષ પોતાની જમીનોના 7/12 ના ઉતારા રજૂ કરી આ ટીપી સ્કીમ જે વિસ્તારમાં પડવાની છે તેના અસલી ખેડૂતો તેઓ જ છે તેઓ દાવો રજૂ કર્યો હતો.
જુઠું બોલનારનો નાર્કો ટેસ્ટ કરાવો: મુકેશ સોલંકી ખેડૂત
અત્યારે જમીનના ઉતારા ઓનલાઈન મળી જતા હોવાથી ગમે તે ખેડૂત ના ઉતારા લઈને કેટલાક તત્વો પોતાને અસલી ખેડૂત ગણાવી રજૂઆત કરવા આવી જાય છે. ગુરુવારે આવેલા લોકોમાં એકાદ બે ને બાદ કરતા મોટાભાગના વેપારીઓ હતા જેથી જૂઠું બોલનારા લોકોનો નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ. મારી પાસે માત્ર 45 ગુઠા જગ્યા છે અને ચાર દીકરાઓ છે જો ટીપી સ્કીમ લાગુ થાય તો કપાત બાદ જમીનના ટુકડે ટુકડા થઈને શું વધશે? જેથી મારે પરિવાર સાથે આત્મહત્યા કરવાનો વારો આવશે.
આ પણ વાંચોઃબનાસકાંઠા : ડીસામાં ટ્રાફિકને નડતર રૂપ દબાણો હટાવાયા