નવી દિલ્હી, 9 ઓગસ્ટ: શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે ભારત સરકારે શુક્રવારે મોટું પગલું ભર્યું છે. ભારત-બાંગ્લાદેશ બોર્ડર (IBB) પર સ્થિતિ પર નજર રાખવા માટે સરકારે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ બાંગ્લાદેશમાં રહેતા ભારતીય નાગરિકો અને લઘુમતી સમુદાયના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બાંગ્લાદેશના સમકક્ષ સત્તાવાળાઓ સાથે સંપર્ક જાળવી રાખશે.
આ કમિટીમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), ઈસ્ટર્ન કમાન્ડ આ કમિટીના અધ્યક્ષ હશે. સમિતિના અન્ય સભ્યોમાં ઈન્સ્પેક્ટર જનરલ (IG), BSF ફ્રન્ટિયર હેડક્વાર્ટર સાઉથ બંગાળ, ઈન્સ્પેક્ટર જનરલ (IG), BSF ફ્રન્ટિયર હેડક્વાર્ટર ત્રિપુરા, સભ્ય (પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ), લેન્ડ પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઈન્ડિયા (LPAI) અને સેક્રેટરી, LPAIનો સમાવેશ થાય છે.
બાંગ્લાદેશમાં હિંસાથી ડરી ગયેલા લઘુમતીઓ મોટી સંખ્યામાં પશ્ચિમ બંગાળ સરહદ તરફ આગળ વધી રહ્યા છે. ત્યાં સ્થિતિ વણસી ગયા બાદ સરહદ પર લઘુમતીઓની મોટી ભીડ એકઠી થઈ રહી છે. બાંગ્લાદેશી હિન્દુઓ ભારતમાં પ્રવેશવા માંગે છે. ભારત-બાંગ્લાદેશ સરહદ પર સિલિગુડી, કિશનગંજ અને મુકેશ ચોકીઓ પર પાડોશી દેશના હિન્દુઓ એકઠા થઈ રહ્યા છે. BSF બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ સાથે સતત સંપર્ક જાળવી રહ્યું છે અને નિયમો અનુસાર આ નાગરિકોને તેમના જ દેશમાં રોકે છે.
આ પણ વાંચો: વક્ફ કાયદામાં સુધારા માટે JPCની કરી રચનાઃ ઓવૈસી સહિત 31 સાંસદ સામેલ