ટ્રાવેલટ્રેન્ડિંગનેશનલમીડિયાવર્લ્ડ

એર ઈન્ડિયાએ તાત્કાલિક અસરથી તેલ અવીવની તમામ ફ્લાઈટ્સ કરી રદ, શું રિફંડ મળશે?

  • ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધી રહેલા વિવાદને જોતા એર ઈન્ડિયાએ તાત્કાલિક અસરથી તેલ અવીવ જતી અને તેની ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે

દિલ્હી, 09 ઓગસ્ટ: મધ્ય પૂર્વના કેટલાક ભાગોમાં વધી રહેલા તણાવને Israel-Iran Conflict ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયાએ તાત્કાલિક અસરથી ઈઝરાયેલના તેલ અવીવ જનારી તેમજ તેલ અવીવથી આવતી તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરી દીધી છે. એરલાઈને કહ્યું કે આ સેવાઓ આગામી સૂચના સુધી સ્થગિત રહેશે. એર ઈન્ડિયાએ કહ્યું કે તે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. એરલાઈને તેલ અવીવથી અને ત્યાંથી કન્ફર્મ બુકિંગ ધરાવતા મુસાફરોને રિફંડની પણ ઓફર કરી છે. એરલાઈને કહ્યું કે અમારા મહેમાનો અને ક્રૂની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. એર ઈન્ડિયાએ વધુ માહિતી માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. મુસાફરો 011-69329333 / 011-69329999 પર ફોન કરીને વધુ માહિતી મેળવી શકે છે.

હમાસ ચીફના મૃત્યુ બાદ વધ્યો તણાવ

ઈરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાના મૃત્યુ બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે. આ દરમિયાન અમેરિકન મીડિયા હાઉસ Axios એ દાવો કર્યો હતો કે અમેરિકી અને ઈઝરાયેલના અધિકારીઓના મતે ઈરાન ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ ફોર્સ ચીફ જનરલ માઈકલ કુરેલા પણ ઈરાનના હુમલાનો સામનો કરવા ઈઝરાયેલને તૈયાર કરવામાં મદદ કરવા તેલ અવીવ પહોંચ્યા હતા. તે જ સમયે જોખમને ધ્યાનમાં રાખીને અમેરિકાએ મધ્ય પૂર્વમાં હથિયારોની તૈનાતી વધારી દીધી છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોન અનુસાર મધ્ય પૂર્વ અને ઈઝરાયેલમાં તૈનાત અમેરિકન સૈનિકોની સુરક્ષા માટે નવા ફાઈટર જેટ્સ, ડિસ્ટ્રોયર અને એરક્રાફ્ટ કેરિયર મોકલવામાં આવી રહ્યા છે.

ઈરાન ઈઝરાયેલ પર કરી શકે છે હુમલો

કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ઈરાન 5 ઓગસ્ટે ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે, પરંતુ આવું થયું નથી. દૈનિક ‘ટાઇમ્સ ઓફ ઇઝરાયેલ’એ અહેવાલ આપ્યો છે કે બેન્જામિન નેતન્યાહૂની આગેવાની હેઠળની સરકાર ઇઝરાયેલની ધરતી પર હુમલાને રોકવા માટે ઇરાન પર હુમલાને મંજૂરી આપી શકે છે. અહેવાલ મુજબ ઇઝરાયેલની મુખ્ય ગુપ્તચર એજન્સીઓ મોસાદ અને શિન બેટ અને તેમના સંબંધિત વડાઓ ડેવિડ બાર્નિયા અને રોનેન બાર નેતન્યાહુ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકનો ભાગ હતા.

આ પણ વાંચો: ‘ત્રીજા વિશ્વયુદ્ધની નજીક દુનિયા’ કમલા હેરિસ પર ટ્રમ્પના આકરા પ્રહાર

Back to top button