ટ્રેન્ડિંગબિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

સેમસંગે કર્યો ધમાકો: Samsung Galaxyનો આ ફોન થયો 12 હજાર સસ્તો, યુઝર્સ છે ખુશ

નવી દિલ્હી, 9 ઓગસ્ટ, જો તમે સેમસંગનો આ ફોન ખરીદવ માંગો છો પરંતુ ભાવમાં વધારો લાગી રહ્યો છે તો તમારા માટે છે ગુડ ન્યૂઝ. સેમસંગે તેના ફ્લેગશિપ ફોન્સ પર બમ્પર ઑફર્સની જાહેરાત કરી છે. કંપનીએ Galaxy S24ની કિંમતમાં હજારો રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે આ ફોન આકર્ષક કિંમતે ઉપલબ્ધ છે. તેમાં Galaxy AI, 50MP મુખ્ય લેન્સ, 4000mAh બેટરી અને અન્ય ફીચર્સ છે. આ બમ્પર ઑફર ખૂબ જ મર્યાદિત સમય માટે લૉન્ચ કરી છે.

સેમસંગે સ્વતંત્રતા દિવસની ઓફરની જાહેરાત કરી છે. આ ઓફર હેઠળ, કંપની તેના ફ્લેગશિપ સ્માર્ટફોન Samsung Galaxy S24 પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે. તમે આ ફોનને કેટલાક હજાર રૂપિયાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકશો, જે ઓનલાઈન અને ઓફલાઈન બંને માર્કેટમાં ઉપલબ્ધ છે. કંપનીએ આ વર્ષની શરૂઆતમાં Galaxy S24 લોન્ચ કર્યો હતો. આમાં તમને Galaxy AI, પાવરફુલ કેમેરા અને કોમ્પેક્ટ સાઈઝ મળે છે. તેમાં 4000mAh બેટરી છે. Samsung Galaxy S24માં ઘણી શાનદાર સુવિધાઓ છે. આમાં સૌથી ખાસ વાત તેનો AI કેમેરા છે. 50MP ટ્રિપલ કેમેરા સેટઅપ નવા 5x ઓપ્ટિકલ ઝૂમ લેન્સ સાથે આવે છે.

જાણો કિંમતમાં મોત ઘટાડા વિશે
દક્ષિણ કોરિયાની ટેક કંપની સેમસંગ સ્માર્ટફોન માર્કેટમાં મોટું નામ છે. કંપનીના લેટેસ્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન Samsung Galaxy S24 પર આ દિવસોમાં મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે અને તેને 12,000 રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટ પર લિસ્ટ કરવામાં આવ્યું છે. Samsung Galaxy S24ને બ્રાન્ડ દ્વારા 74,999 રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. જો કે, સ્વતંત્રતા દિવસ ઓફર હેઠળ, તમે આ ફોનને 62,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ કિંમતે, આ ફોન તમામ મુખ્ય ઓનલાઈન અને ઓફલાઈન રિટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. આ સિવાય ગ્રાહકોને 24 મહિના માટે નો-કોસ્ટ EMIનો વિકલ્પ પણ મળી રહ્યો છે. આ સ્માર્ટફોન એમ્બર યલો, કોબાલ્ટ વાયોલેટ, ઓનીક્સ બ્લેક અને માર્બલ ગ્રે રંગમાં આવે છે. આ ફોન ઘણા સ્ટોરેજ કન્ફિગરેશનમાં આવે છે.

શાનદાર છે ફીચર્સ
સેમસંગ ફ્લેગશિપ ફોનમાં 120Hz સુધીના રિફ્રેશ રેટ અને વિઝન બૂસ્ટર સપોર્ટ સાથે 6.2-ઇંચની ફુલ HD+ ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે છે. ભારતમાં, આ ફોન 8GB રેમ અને 512GB સ્ટોરેજ સાથે Exynos 2400 પ્રોસેસર ઓફર કરે છે. પાછળની પેનલ પર, 50MP મુખ્ય, 12MP અલ્ટ્રા-વાઇડ અને 10MP ટેલિફોટો સેન્સર સાથે ટ્રિપલ કેમેરા છે અને આગળના ભાગમાં 12MP સેલ્ફી કેમેરા છે. Galaxy S24 પાસે IP68 રેટેડ ડિઝાઇન છે અને તેમાં 4000mAh ક્ષમતાવાળી બેટરી છે. આ ફોનમાં 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ અને 15W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ છે.

આ પણ વાંચો..Vivo Y58 5G કિંમતમાં થયો ઘટાડો, આ સ્માર્ટફોન ફોટોગ્રાફી માટે છે અદ્ભુત

Back to top button