ટ્રેન્ડિંગમનોરંજન

મહેશ બાબુના બર્થડે પર પરિવારે લખી ખાસ નોટ, અનસીન તસવીરો શેર કરી

Text To Speech
  • નમ્રતા શિરોડકર અને  બાળકોએ પણ પ્રેમથી ભરપૂર પોસ્ટ શેર કરીને મહેશ બાબુના બર્થડે પર શુભેચ્છાઓ પાઠવી છે

9 ઓગસ્ટ, ચેન્નઈઃ મહેશ બાબુ સાઉથ સિનેમાનો સુપરસ્ટાર છે. તેણે ઈન્ડસ્ટ્રીમાં અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. મહેશ બાબુ આજે 9 ઓગસ્ટે 49 વર્ષનો થયો છે. આ ખાસ અવસર પર તેના ચાહકોથી લઈને સેલેબ્સ સુધી દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. તેની અભિનેત્રી પત્ની નમ્રતા શિરોડકર અને તેના બાળકોએ પણ પ્રેમથી ભરપૂર પોસ્ટ શેર કરીને મહેશ બાબુના બર્થડે પર શુભેચ્છાઓ પાઠવી છે.

 

View this post on Instagram

 

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

નમ્રતાએ આ રીતે પાઠવી શુભેચ્છાઓ

નમ્રતા શિરોડકરે તેના ઈન્સ્ટાગ્રામ પર મહેશ બાબુનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે ઓલ બ્લેક લુકમાં એકદમ ડેશિંગ લાગી રહ્યો છે. આ ફોટો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, વધુ એક વર્ષ, વધારે એક કારણ તમારા અદ્ભુત વ્યક્તિત્વની ઉજવણી કરવાનું તમારી સાથેનું જીવન એક બ્લોકબસ્ટર મૂવી જેવું છે. આપણે ભવિષ્યમાં પણ આવી જ રીતે ઉજવણી કરતા રહીશું. મારા સુપરસ્ટાર, મારા જીવનસાથી અને મારા પ્રેમને જન્મદિવસની શુભેચ્છા.

મહેશ બાબૂના બર્થડે પર પરિવારે લખી ખાસ નોટ, અનસીન તસવીરો શેર કરી hum dekhenge news

દિકરા અને દિકરીએ લૂંટાવ્યો પ્રેમ

મહેશ બાબૂની દિકરી સિતારા ઘટ્ટામનેનીએ એક ફેમિલી પિક્ચર શેર કરતા પિતાને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે. સિતારાએ આ તસવીર શેર કરતા લખ્યું છે જન્મદિવસ મુબારક નન્ના. તમને ખૂબ જ પ્રેમ કરું છું. સૌથી સારા પિતા બનવા માટે આભાર. મહેશ બાબુના પુત્ર ગૌતમે પિતા સાથે એક તસવીર શેર કરી છે, જેમાં બંને બરફીલી ખીણોમાં જોવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું છે ‘હેપ્પી બર્થડે નન્ના, તમે ગમે તે કરો, તમે દરેક રીતે સુપરસ્ટાર છો. આજે અને હંમેશા તમારા શાનદારપણાની ઉજવણી કરતા રહો.

આ પણ વાંચોઃ સંજય દત્ત કેમ થયો ગુસ્સે? કહ્યું પહેલા વિઝા આપ્યા તો હવે કેમ કર્યા રિજેક્ટ?

Back to top button