ટ્રેન્ડિંગમનોરંજનમીડિયાવિશેષ

મહેન્દ્ર ધોનીના સાળાને ડેટ કરે છે કૃતિ સેનન, જલદી જ પ્રભુતામાં પગલાં પાડશે?

Text To Speech

મુંબઈ, 9 ઓગસ્ટઃ બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન અત્યારે તેના રિલેશનશિપ અને લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં છે. જો કે અભિનેત્રીએ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી, પરંતુ તેની રિલેશનશિપ ચર્ચાનો વિષય બની ગઈ છે. તાજેતરમાં તેણે લંડનમાં તેનો 34મો જન્મદિવસ ઉજવ્યો હતો, જેમાં તેના પરિવાર અને મિત્રોએ હાજરી આપી હતી. પરંતુ જે વ્યક્તિએ બધાનું ધ્યાન ખેંચ્યું તે કબીર બહિયા છે જે કૃતિનો બોયફ્રેન્ડ હોવાનું કહેવાય છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને જલ્દી લગ્ન કરી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Kabir Bahia (@k.a.b.b.s)

કબીર ધોનીનો સાળો છે
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે કબીર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો સાળો છે. તે ધોનીની પત્ની સાક્ષીનો પિતરાઈ ભાઈ છે અને તેઓ ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે. આ સિવાય કબીર અને ધોની સારા મિત્રો પણ છે. કબીર અને ધોનીની એક સાથે ઘણી તસવીરો પણ ઈન્ટરનેટ પર સામે આવી છે. કૃતિ સેનન અને કબીર વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. કબીર ઘણી વખત કૃતિ અને તેની બહેન નૂપુર સાથે જોવા મળ્યો છે.

આ પહેલા કબીર હોળી પાર્ટીમાં અભિનેત્રી અને તેની બહેન સાથે પણ જોવા મળ્યો હતો. બંનેએ નવું વર્ષ પણ સાથે ઉજવ્યું હતું. કૃતિ હંમેશા પ્રાઈવેટ પર્સન રહી છે અને કદાચ આ જ કારણ છે કે અત્યાર સુધી તેણે કબીર સાથેના તેના સંબંધો વિશે કોઈ ખુલાસો કર્યો નથી.

શું કબીર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી છે?
કૃતિ સેનન પોતે એક અભિનેત્રી છે, પરંતુ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કોઈને ડેટ કરતી નથી. કબીર 25 વર્ષનો છે અને કૃતિથી 9 વર્ષ નાનો છે. તે યુકે બેસ્ડ બિઝનેસમેન છે અને તે એનઆરઆઈ પરિવારનો છે અને તે વર્લ્ડવાઈડ એવિએશન એન્ડ ટુરિઝમ લિમિટેડ કંપનીના ફાઉન્ડર પણ છે. તે કરોડોમાં કમાણી કરે છે. કબીરની નેટવર્થ વિશે વાત કરીએ તો, 2019ની સન્ડે ટાઈમ્સ રિચ લિસ્ટ અનુસાર, તેમના પરિવારની કુલ સંપત્તિ લગભગ 4600 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો : સુશાંત સિંહ રાજપૂતને નહોતી પસંદ કરતી અમૃતા સિંહ, દીકરીથી દૂર રહેવા આપી હતી વોર્નિંગ

Back to top button