ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: AMCના ટેક્સ ખાતામાં પોલંપોલ ચાલતી હોવાનો સ્ટેન્ડિંગ કમિટીમાં પર્દાફાશ

  • ડોર ટૂ ડોરનાં સર્વેમાં મિલકત સંખ્યા વધુ અને ટેકસના ચોપડે ઓછી હોવાનો ધડાકો
  • આ પ્રકારના કિસ્સામાં આકારણી કરીને જૂનો બાકી ટેક્સ પણ વસૂલ કરાશે
  • ટેક્સ વિભાગ અને સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા હાથ ધરાયેલ સર્વેમાં મિલકતોની સંખ્યામાં તફાવત

અમદાવાદમાં AMCના ટેક્સ ખાતામાં પોલંપોલ ચાલતી હોવાનો સ્ટેન્ડિંગ કમિટીમાં પર્દાફાશ થયો છે. જેમાં ઘાટલોડિયામાં 30 હજાર મિલકત સાથે 25 હજાર ટેક્સ બિલ વહેંચાયા છે. બંને ખાતાના ડેટાની મેળવણી કરાશે. તેમાં રેકોર્ડ ન હોય તેવી મિલકતની આકારણી કરાશે. આ પ્રકારના કિસ્સામાં આકારણી કરીને જૂનો બાકી ટેક્સ પણ વસૂલ કરાશે.

આ પણ વાંચો: ગુજરાતમાં વર્ષ 2024ના 7 માસમાં ઈમરજન્સી કેસનો આંકડા રોકેટ ગતિએ વધ્યા 

ટેક્સ વિભાગ અને સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા હાથ ધરાયેલ સર્વેમાં મિલકતોની સંખ્યામાં તફાવત

AMCના ટેક્સ ખાતામાં લાલિયાવાડી ચાલતી હોવાનો સ્ટેન્ડિંગ કમિટીમાં પર્દાફાશ થયો છે. AMC ટેક્સ વિભાગ અને સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા હાથ ધરાયેલ સર્વેમાં મિલકતોની સંખ્યામાં તફાવત જોવા મળતાં મ્યુનિ. પદાધિકારીઓ ચોંકી ઉઠયા હતા. તાજેતરમાં ઘાટલોડિયા વોર્ડમાં સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા હાથ ધરાયેલ ડોર ટુ ડોર સર્વેમાં ઘેર ઘેર ફોટા પાડીને ગણતરી કરવામાં આવતાં મકાનોની સંખ્યા 30,000 જેટલી આવી હતી. જ્યારે ટેક્સ વિભાગ દ્વારા ઘાટલોડિયા વોર્ડમાં સર્વે હાથ ધરીને આપવામાં આવતા ટેક્સ બિલની સંખ્યા 25,000 જેટલી જોવા મળી હતી. આ પ્રકારે મિલકતોની સંખ્યામાં તફાવતને ધ્યાનમાં લઈને બાકીની મિલકતો ટેક્સ રેકોર્ડ પર ચડાવવા, આકારણી કરવા, ટેક્સ બિલો વહેંચવા અને ટેક્સ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવા સ્ટેન્ડિંગ કમિટીમાં સૂચના આપવામાં આવી હતી.

આ પ્રકારના કિસ્સામાં આકારણી કરીને જૂનો બાકી ટેક્સ પણ વસૂલ કરાશે

આ પ્રકારના કિસ્સામાં આકારણી કરીને જૂનો બાકી ટેક્સ પણ વસૂલ કરાશે. ડોર ટૂ ડોરનાં સર્વેમાં મિલકત સંખ્યા વધુ અને ટેકસના ચોપડે ઓછી હોવાનો ધડાકો થતાં મ્યુનિ.નાં અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણીએ જણાવ્યું હતું કે, ઘાટલોડિયામાં સોલીડ વેસ્ટના સર્વેમાં વધુ મિલકતો અને AMC ટેક્સ ખાતાના રેકોર્ડ પર ઓછી મિલકત હોવાથી ઓછા ટેક્સ બિલ વહેંચાતા હોવાથી AMCની આવકને નુકસાન થતું હોવાની બાબતને ધ્યાનમાં લઈને શહેરના તમામ વોર્ડમાં ડોર ટુ ડોર સર્વે પૂરો થયા પછી પ્રાપ્ત થનારી મિલકતની સંખ્યા મુજબ ટેક્સ બિલો વહેંચાતા ન હોય તો તે અંગે AMCના ચોપડે મિલકતો ચડાવવા અને ટેક્સ બિલો વહેંચવા, ટેક્સ વસૂલવાની કાર્યવાહી કરાશે.

Back to top button