ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતમાં વર્ષ 2024ના 7 માસમાં ઈમરજન્સી કેસનો આંકડા રોકેટ ગતિએ વધ્યા

Text To Speech
  • ચોમાસાની સિઝનમાં પણ હાઈ ફિવરના કેસનું પ્રમાણ વધ્યું
  • સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાઇનો જોવા મળે છે
  • અમદાવાદમાં સૌથી વધુ 7,443 કેસ સામે આવ્યા

ગુજરાતમાં વર્ષ 2024ના 7 માસમાં ઈમરજન્સી કેસનો આંકડા રોકેટ ગતિએ વધ્યા છે. જેમાં અમદાવાદમાં હાઈ ફીવરના કેસમાં વધારો થયો છે. તેમજ રોજના 140 દર્દીને હોસ્પિટલ ખસેડવા પડયા છે. રાજ્યમાં વર્ષ 2024ના સાત માસમાં 29,240 ઈમરજન્સી કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 7,443 કેસ, સુરત, વડોદરા, વલસાડમાં પણ કેસ વધ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત: ખેડૂતની જમીનના સુધારામાં વિલંબ બદલ હાઈકોર્ટે GPCBનો ઉધડો લીધો

ચોમાસાની સિઝનમાં પણ હાઈ ફિવરના કેસનું પ્રમાણ વધ્યું

ચોમાસાની સિઝનમાં પણ હાઈ ફિવરના કેસનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં હાઈ ફિવર-ભારે તાવના કેસ વધ્યા છે, ગુજરાતમાં વર્ષ 2024ના જાન્યુઆરીથી જુલાઈ એમ સાત મહિનામાં હાઈ ફિવરના કેસમાં 29,240 દર્દીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવા પડયા છે. ગત વર્ષ 2023ના સાત મહિનામાં 28,446 દર્દીઓના 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસમાં કોલ નોંધાયા હતા. આ માત્ર એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલે ગયેલા દર્દીઓનો આંકડો છે, આ સિવાય મોટી સંખ્યામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કેસ નોંધાયા છે.

સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાઇનો જોવા મળે છે

108 ઈમરજન્સી સેવાના સૂત્રો કહે છે કે, અમદાવાદ શહેરમાં વર્ષ 2024ના સાત મહિનામાં 7,443 કોલ્સ નોંધાયા છે, એ જ રીતે સુરતમાં 3,614, રાજકોટમાં 1,245, વડોદરામાં 1,151, વલસાડમાં 1,107, કચ્છમાં 1,076 અને જૂનાગઢમાં 1,009 કોલ્સ નોંધાયા હતા. ગત વર્ષે હાઈ ફિવરના કેસમાં રોજ 135 દર્દીઓને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા, આ વખતે 2024ના સાત માસમાં દર રોજ 140 જેટલા હાઈ ફિવરના દર્દીઓને એમ્બ્યુલન્સની જરૂર પડી છે. તબીબોનું કહેવું છે કે, અત્યારે ચોમાસાની સિઝનમાં પણ હાઈ ફિવરના કેસનું પ્રમાણ વધ્યું છે. શરદી, ખાંસી, તાવ સહિતના વાઇરલ ઈન્ફેક્શનના કેસોને લઈ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાઇનો જોવા મળે છે.

Back to top button