ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

15 ઓગસ્ટ પહેલા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને મોટી સફળતા, ISIS આતંકી રિઝવાન અલીની ધરપકડ

Text To Speech
  • પોલીસ દ્વારા પકડાયેલા આતંકવાદી પર 3 લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું

નવી દિલ્હી, 09 ઓગસ્ટ: 15 ઓગસ્ટ પહેલા દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને આજે શુક્રવારે મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલ દ્વારા ISIS આતંકી રિઝવાન અલીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા પકડાયેલા આતંકવાદી પર 3 લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું. NIAની વોન્ટેડ લિસ્ટમાં તેનું નામ સામેલ હતું. આતંકી રિઝવાન દિલ્હીના દરિયાગંજ વિસ્તારનો રહેવાસી છે.

 

આતંકવાદીઓએ અનેક વીવીઆઈપી વિસ્તારોની રેકી કરી 

રિઝવાન પુણે ISIS મોડ્યુલનો સૌથી કુખ્યાત આતંકવાદી છે. પુણે મોડ્યુલના ઘણા આતંકવાદીઓની પુણે પોલીસ અને NIA દ્વારા ધરપકડ કરવામાં આવી છે, પરંતુ રિઝવાન તપાસ એજન્સીઓને ચકમો આપીને લાંબા સમયથી ફરાર હતો. પૂણે મોડ્યુલના આતંકવાદીઓએ દિલ્હી અને મુંબઈના અનેક વીવીઆઈપી વિસ્તારોની રેકી કરી હતી.

રિઝવાન IED નિષ્ણાત અને આતંકવાદી

આતંકવાદી રિઝવાનને તપાસ એજન્સી NIA દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, પૂણે મોડ્યુલના આતંકવાદીઓએ IED બનાવ્યા હતા અને દિલ્હીમાં પણ ઘણી જગ્યાએ તેનું પરીક્ષણ કર્યું હતું. તે IED નિષ્ણાત આતંકવાદી છે. હાલમાં સ્પેશિયલ સેલની ટીમ અને કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા આતંકીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

કયા-કયા સ્થળોએ પરીક્ષણ કરવામાં આવ્યું હતું?

રિઝવાન અને તેના સહયોગીઓએ દિલ્હીની યમુના બેંકમાં IED બ્લાસ્ટનું પરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેણે દિલ્હીના ઓખલા વિસ્તારમાં IED બ્લાસ્ટનું પણ પરીક્ષણ કર્યું હતું. ઉત્તરાખંડના હલ્દવાનીમાં પણ IED બ્લાસ્ટનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ પણ જૂઓ: ગુજરાત: NEET સંબધિત પરીક્ષામાં આંતર-રાજ્ય લિંકને સંડોવતું મોટું કૌભાંડ ખૂલ્યું

Back to top button