ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: ખેડૂતની જમીનના સુધારામાં વિલંબ બદલ હાઈકોર્ટે GPCBનો ઉધડો લીધો

  • ખેડૂતની જમીનને થયેલા નુકસાનના મુદ્દે હાઈકોર્ટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો આકરો ઉધડો લીધો
  • જમીન પ્રદૂષિત થઈ જતાં હાઈકોર્ટે અગાઉ ખેડૂતને વીસ લાખનું વળતર ચૂકવવા આદેશ કરેલો
  • ખેડૂતને થયેલા નાણાંકીય નુકસાન ઉપરાંત તેને જે માનસિક આઘાત લાગ્યો તેનું પણ વળતર ચૂકવવાનું રહેશે

ખેડૂતની જમીનના સુધારામાં વિલંબ બદલ હાઈકોર્ટે GPCBનો ઉધડો લીધો છે. જેમાં દ્વારકામાં સોડા એશના પ્લાન્ટના કારણે ખેતીની જમીનને નુકસાન થયેલું હતુ. હાઈકોર્ટે આ કેસમાં 20 લાખના વળતરનો આદેશ કરેલો, સુપ્રીમે સ્ટે આપેલો હતો. પ્રદૂષિત જમીનના કારણે ખેડૂતને કેટલું નુકસાન થયું તેનું પણ આકલન આ સમિતિએ કરવાનું રહેશે.

આ પણ વાંચો: ગુજરાત: NEET સંબધિત પરીક્ષામાં આંતર-રાજ્ય લિંકને સંડોવતું મોટું કૌભાંડ ખૂલ્યું

ખેડૂતની જમીનને થયેલા નુકસાનના મુદ્દે હાઈકોર્ટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો આકરો ઉધડો લીધો

દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં સોડા એશ પ્લાન્ટના કારણે નજીકના ખેડૂતની જમીનને થયેલા નુકસાનના મુદ્દે હાઈકોર્ટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનો આકરો ઉધડો લીધો હતો. ખાસ કરીને જે જમીન પર નુકસાન થયું છે તે જમીન સુધારણાના કાર્યમાં ભારે વિલંબ બદલ GPCBની ઝાટકણી કાઢી હતી. GPCB દ્વારા થઈ રહેલા વિલંબને અસહ્ય ગણાવી ચીફ જસ્ટિસની ખંડપીઠે જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ એક સમિતિની રચનાનો હુકમ કર્યો અને તેને આ જમીન પર પુનઃ ખેતી કેટલી ઝડપથી શરૂ થઈ શકે તેવી રીતે સુધારણા માટેના પગલાં કેવા ભરવા તે અંગે તપાસ કરવા જણાવ્યું હતું. પ્રદૂષિત જમીનના કારણે ખેડૂતને કેટલું નુકસાન થયું તેનું પણ આકલન આ સમિતિએ કરવાનું રહેશે.

ખેડૂતને થયેલા નાણાંકીય નુકસાન ઉપરાંત તેને જે માનસિક આઘાત લાગ્યો તેનું પણ વળતર ચૂકવવાનું રહેશે

ખેડૂતને થયેલા નાણાંકીય નુકસાન ઉપરાંત તેને જે માનસિક આઘાત લાગ્યો તેનું પણ વળતર ચૂકવવાનું રહેશે. વળતરની સઘળી રકમ જે ઔદ્યોગિક એકમે જમીન પ્રદૂષિત કરી છે તેની પાસેથી અથવા તો ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ પાસેથી વસૂલ કરવાનો પણ કોર્ટે આદેશ કર્યો હતો. દ્વારકા નજીક કરૂંગા ગામના બાલુભા કેરે આરએસપીએલ કંપનીના બાજુમાં જ આવેલા સોડા એશના પ્લાન્ટ સામે 2018માં જીપીસીબીને વારંવાર ફરિયાદો કરેલી. બોર્ડ દ્વારા પ્રદૂષણ રોકવાના પગલાં ભરવામાં થયેલા વિલંબના કારણે કેરની જમીન પ્રદૂષિત થઈ જતાં હાઈકોર્ટે અગાઉ ખેડૂતને વીસ લાખનું વળતર ચૂકવવા આદેશ કરેલો.

Back to top button