ગુજરાતટોપ ન્યૂઝ

બોટાદ લઠ્ઠાકાંડ મામલે રાહુલ ગાંધીએ સરકારને લીધી આડેહાથ, કહ્યું નશાના માફિયાઓને કોનુ મળી રહ્યું છે સંરક્ષણ?

Text To Speech

બોટાદ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 57 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. હજુ પણ અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બીજી બાજુ લઠ્ઠાકાંડને લઈને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ન્યાયની ખાતરી આપી છે ત્યારે આ મુદ્દે હવે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને સરકારને આડેહાથ લીધી છે. રાહુલ ગાંધી ટ્વિટ કરીને લખ્યુ કે ડ્રાય સ્ટેટ ગુજરાતમાં ઝેરી દારૂ પીવાથી અનેક ઘર વેર વિખેર થયા છે. ત્યાં અબજોની કિંમતનું ડ્રગ્સ પણ ત્યાંથી સતત ઝડપાઈ રહ્યું છે. જે ખુબ જ ચિંતાનો વિષય છે કે બાપુ અને સરદાર પટેલની ધરતી પર આડેધડ ડ્રગ્સનો ધંધો કરનારા આ લોકો કોણ છે? કોણ આ માફિયાઓને રક્ષણ આપી રહ્યા છે?

લઠ્ઠાકાંડ મામલે ગૃહમંત્રી આકરાપાણીએ 

બરવાળા લઠ્ઠાકાંડમાં ગૃહવિભાગે મોટી કાર્યવાહી કરી છે. બોટાદના એસપી કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્ર યાદવની બદલી કરવામાં આવી છે.જ્યારે બોટાદના DySP એસ.કે.ત્રિવેદી અને ધોળકાના DySP એન.વી.પટેલને સસ્પેન્ડ કરાયા છે.તે જ રીતે બરવાળા PSI બી.જી.વાળા, રાણપુર PSI શૈલેન્દ્રસિંહ રાણા અને ધંધુકાના PI કે.પી.જાડેજા વિરૂદ્ધ સસ્પેન્શનના પગલાં લેવાયા છે

કેટલા આરોપી ઝડપાયા? 

બોટાદના બરવાળાના રોજિદ ગામે સર્જાયેલા લઠ્ઠાકાંડની ઘટનામાં પોલીસે 15 આરોપીની ધરપકડ કરી છે. જેમાંથી બે મુખ્ય આરોપીને પોલીસે બુધવારે અદાલતમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા હતા. જયારે બોટાદ-બરવાળા ઝેરી દારૂ કાંડના કેસમાં પોલીસે વધુ 7 આરોપીઓને અદાલતમાં રજૂ કર્યા હતા. જેમાં બરવાળા પોલીસે 7 આરોપીઓને અદાલતમાં રજૂ કરી 10 દિવસમાં રિમાન્ડ માંગ્યા હતા. જેમાં બરવાળા કોર્ટે આરોપીઓના 4 દિવસમાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ તમામ આરોપીઓ પર  મિથેનોલ આપ્યો હોવાનો આરોપ છે.

Back to top button