ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં ટ્રાફિકને નડતર રૂપ દબાણો હટાવાયા

Text To Speech
  • શાકભાજી અને ફ્રુટના લારીચાલકોમાં દોડધામ મચી

બનાસકાંઠા 8 ઓગસ્ટ 2024 : ડીસા શહેરમાં ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ દબાણો, લારી ગલ્લા હટાવવાની સંયુક્ત ઝુંબેશ હાથ ધરાઈ હતી. ઘણા દિવસો પછી ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

ડીસામાં મુખ્ય બગીચા સર્કલથી એસ. સી.ડબ્લ્યુ. હાઈસ્કૂલ રોડ તેમજ લાયન્સ હોલ થી ચંદ્રલોક રોડ પર છેલ્લા ઘણા સમયથી શાકભાજી ફ્રુટની લારીઓ, નાસ્તા હાઉસો દ્વારા ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે ઉભા રહેતા હોવાથી વાહન ચાલકોને અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત આ રસ્તા પરના દુકાનદારો દ્વારા પણ પોતાની દુકાનથી આગળ છેક રસ્તા પર નડતરરૂપ થાય તે રીતે સાઈન બોર્ડ મૂકવામાં આવે છે.જેથી આ રસ્તા પર સવારે અને સાંજના સમયે પીકઅપ અવર દરમિયાન ખૂબ જ ટ્રાફિક થાય છે અને લોકોને ખૂબ જ હેરાનગતિ ભોગવવી પડી રહી છે.જેથી આ અંગેની વારંવારની રજૂઆતો ના પગલે આજે ડીસા શહેર ટ્રાફિક પોલીસ અને ડીસા નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે કામગીરી હાથ ધરાઈ હતી.

જેમાં રસ્તા વચ્ચે ઊભી રહેતી લારીઓ જપ્ત કરાઈ હતી તેમજ ટ્રાફિકને નડતરરૂપ થાય તે રીતે પડેલા વેપારીઓના બોર્ડ પણ ઉઠાવી લેવામાં આવ્યા હતા. ઘણા દિવસો પછી નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા આ રીતે ટ્રાફિકને નડતરરૂપ દબાણ ઝુંબેશ શરૂ થતા શાકભાજી અને ફ્રુટની લારીચાલકોમાં દોડધામ મચી જવા પામી હતી.

આ પણ વાંચો : અમદાવાદ: “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ શહેરીજનોને રાષ્ટ્રધ્વજ વિતરણ કર્યું; આખું અઠવાડિયું કરાશે ઉજવણી

Back to top button