ધામધૂમથી કર્યા લવ મેરેજ, એવું તે શું બન્યું કે લગ્નના થોડા કલાકોમાં જ દુલ્હનની કરી હત્યા
કોલાર, 08 ઓગસ્ટ : કર્ણાટકના કોલારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં પ્રેમ લગ્નના થોડા કલાકો બાદ યુવકે તેની નવપરણિતાની કુહાડી વડે હત્યા કરી નાખી. આ પછી તેણે તે જ કુહાડીથી પોતાના પર હુમલો કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેનું પણ મોત થઈ ગયું. પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ કોલાર જિલ્લાના નજીકના ગામોમાં રહેતા નવીન કુમાર અને લખિતા શ્રી વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યો હતો. બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને 7 ઓગસ્ટના રોજ બંનેએ ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા, જેમાં તેમના મિત્રો અને સંબંધીઓએ હાજરી આપી હતી. લગ્ન બાદ બંનેએ પરિવાર સાથે સમય વિતાવ્યો હતો.
આ પછી બંને એક સંબંધીના ઘરે ચા પીવા ગયા હતા. આ દરમિયાન નવીન અને લખિતા વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. બંને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે તેને મોટી લડાઈનું સ્વરૂપ લઇ લીધું. દરમિયાન, નવીને લખિતા શ્રી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અને પછી તે જ હથિયારથી પોતાની જાત પર હુમલો કર્યો. આ દરમિયાન સંબંધીઓએ ઘટનાસ્થળે પહોંચી દરવાજો તોડ્યો ત્યારે બંને લોહીથી લથપથ પડ્યા હતા.
બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ લખિતાને મૃત જાહેર કરી. ત્યાં સુધીમાં નવીન જીવતો હતો, તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ગુરુવારે સવારે તેનું મૃત્યુ થયું. માહિતી બાદ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે બંનેના મૃતદેહને પોતાની કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ સાથે કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો :‘જો મોદીજી રશિયા-યુક્રેન યુદ્ધ રોકી શકે તો…’, રણદીપ સુરજેવાલાએ વિનેશ ફોગટ માટે કરી આ મોટી માંગ