ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં આપ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે આવેદનપત્ર

Text To Speech

બનાસકાંઠા 8 ઓગસ્ટ 2024 : બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન વચ્ચે હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને હિન્દુ મંદિરોને નષ્ટ કરી નાખવામાં આવતા સમગ્ર ભારતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી હિન્દુઓને સુરક્ષા આપવાની માંગ કરી હતી.

વર્તમાન સમયે બાંગ્લાદેશમાં લઘુમતી સમાજના લોકો દ્વારા નિર્દોષ હિન્દુ સમાજના નાગરિકો પર, ખાસ કરીને બાંગ્લાદેશમાં લઘુમતી નિર્દોષ હિન્દુ સમુદાયના નાગરિકો પર અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે. ત્યારે ભારત સરકાર અને વિદેશ મંત્રાલયે આ બાબતને ગંભીરતાથી લીધી છે. ત્યારે આમ આદમી પાર્ટી, બનાસકાંઠા દ્વારા ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે, ભારત સરકારને એવી માંગણી સાથે એક મજબૂત દરખાસ્ત રજૂ કરવામાં આવે છે કે,હિન્દૂ નાગરિકોની સુરક્ષા અને હિન્દૂ મંદિરો તેમજ ધર્મસ્થાનોની સલામતી આંતરરાષ્ટ્રીય સ્તરે જળવાઈ રહે અને બાંગ્લાદેશમાં સ્થાનિક સ્તરે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પાડોશી દેશને કડક સજા થવી જોઈએ.

આ પણ વાંચો : ડીસામાં ટીપી સ્કીમનો વિવાદ વકર્યો : ખેડૂતોનું બીજું જૂથ ટીપી સ્કીમના સમર્થનમાં આવ્યું

Back to top button