ટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024મનોરંજનવિશેષસ્પોર્ટસ

મેડલ જીતવાથી ચૂકી મીરાબાઈ ચાનુ, રણદીપે કહ્યું- ‘તમે ચેમ્પિયન છો, ઘણા મેડલ જીતશો’

નવી દિલ્હી- 8 ઓગસ્ટ :   પેરિસ ઓલિમ્પિક 2024માં 7 ઓગસ્ટનો દિવસ ભારત માટે ખૂબ જ નિરાશાજનક હતો. ભારત એક જ દિવસમાં બે મેડલ જીતવાનું ચૂકી ગયું. પહેલા, વિનેશ ફોગાટને 100 ગ્રામ વધારે વજનના કારણે ડિસક્વોલિફાય કરવામાં આવી હતી. આ પછી મીરાબાઈ ચાનુ વેઈટલિફ્ટિંગમાં ચોથા સ્થાને રહી.

રણદીપે પોસ્ટ શેર કરી 
એક્ટર રણદીપ હુડ્ડા સ્પોર્ટ્સ ફ્રીક છે. પેરિસ ઓલિમ્પિકને તે ખૂબ જ ઉત્સાહપૂર્વક નિહાળી રહ્યો છે અને રોજ તેને ફૉલો કરે છે. રણદીપે મીરાબાઈના મેડલ ન જીતવા બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું. સાથે જ પોસ્ટમાં મીરાબાઈને સાંત્વના પણ આપી. રણદીપે લખ્યું- ‘મીરાબાઈ ચાનુ, તમે જીતની ખૂબ નજીક હતા. તમે જે રીતે પર્ફોમ કર્યું તે જોતા દરેકના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. તમે ચેમ્પિયનની જેમ લડ્યા. કદાચ આજે તમારા નસીબે સાથ ન આપ્યો. પરંતુ મને આશા છે કે તમે ભવિષ્યમાં ઘણા મેડલ જીતીને લાવશો .’

મીરાબાઈ ચાનુ એક કિલોગ્રામથી ચૂકી ગઈ

મીરાબાઈ ચાનુએ સ્નેચમાં 88 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 111 કિગ્રા, કુલ 199 કિગ્રા વજન ઉઠાવ્યું. મીરાબાઈ માત્ર એક કિલોગ્રામથી ચૂકી ગઈ. તે મેડલ જીતી શકી નહોતી. ચોથા સ્થાને પોતાની જીત નોંધાવી હતી. ચીનની અત્યારની ઓલિમ્પિક ચેમ્પિયન હોઉ ઝિહુઈએ ક્લીન એન્ડ જર્કમાં ઓલિમ્પિક રેકોર્ડ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેણે કુલ 206 કિલો વજન ઉપાડ્યું (સ્નેચ 89, ક્લીન એન્ડ જર્ક 117). રોમાનિયાની વેલેન્ટિના કેમ્બેઈ 206 (93 અને 112) કિગ્રા વજન સાથે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હતી અને થાઈલેન્ડની સુરોદચના ખામ્બો 200 (88 અને 112) કિગ્રા વજન સાથે બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે 7 ઓગસ્ટના રોજ વિનેશ ફોગાટને રેસલિંગમાં ડિસક્વોલિફાય કરવામાં આવી હતી. વિનેશે ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બનીને ઇતિહાસ રચ્યો હતો. સવાર સુધી એવું લાગતું હતું કે તે સિલ્વર મેડલ તો જીતી જ જશે, પરંતુ તેનું વજન 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. 29 વર્ષીય વિનેશને ખેલગાંવના પોલી ક્લિનિકમાં લઈ જવામાં આવી હતી કારણ કે તે સવારે તેને ડિહાઈડ્રેશન થઈ ગયું હતું. એક ભારતીય કોચે કહ્યું, ‘સવારે તેનું વજન 100 ગ્રામ વધુ જોવા મળ્યું. નિયમો આને મંજૂરી આપતા નથી અને તેને ડિસક્વોલિફાય કરવામાં આવી છે.

આ પણ વાંચો : ભારત પરત ફર્યો શૂટર સ્વપ્નિલ કુસાલે, ઓલિમ્પિક વિનરનું પૂણેમાં ભવ્ય સ્વાગત; જુઓ VIDEO

Back to top button