ટેક્સ ચૂકવવાનું બન્યું વધુ સરળ! RBIએ UPI દ્વારા ટેક્સ ચૂકવણીની મર્યાદા વધારી, જાણો વિગતે
- RBIએ UPI દ્વારા ટેક્સ ચૂકવણીની મર્યાદા 5 ગણી વધારીને 5 લાખ કરી
નવી દિલ્હી, 8 ઓગસ્ટ: ભારતીય રિઝર્વ બેંક (RBI)એ UPI દ્વારા ટેક્સ ચૂકવણીની મર્યાદા 5 ગણી વધારીને 5 લાખ કરવાની જાહેરાત કરી છે. મંગળવારથી શરૂ થયેલી મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસીય બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે માહિતી આપતા RBI ગવર્નર શક્તિકાંત દાસે આજે ગુરુવારે જણાવ્યું હતું કે, “UPI તેની સરળ સુવિધાઓને કારણે પેમેન્ટની સૌથી પસંદીદા પદ્ધતિ બની ગઈ છે. હાલમાં, UPI માટે ટેક્સ ચૂકવણીની મર્યાદા 1 લાખ રૂપિયા છે.” RBI અનુસાર, યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ(UPI)નો યુઝર બેઝ વધીને 42.4 કરોડ થઈ ગયો છે. જો કે, યુઝર બેઝના વધુ વિસ્તરણની પણ શક્યતા છે.
VIDEO | “Currently the transaction limit for UPI is Rs one lakh except for certain categories of payments which have higher transaction limits. It has now been decided to enhance the limit for tax payments through UPI from Rs one lakh to Rs five lakh per transaction. This will… pic.twitter.com/rMy0ipI8a7
— Press Trust of India (@PTI_News) August 8, 2024
કેટલીક કેટેગરીઓ માટે સમીક્ષા બાદ મર્યાદામાં વધારો કરાયો
ગવર્નર શક્તિકાંત દાસે વધુમાં કહ્યું હતું કે, “વિવિધ ઉપયોગ-મામલાના આધાર પર, રિઝર્વ બેંકે સમયાંતરે મૂડી બજારો, IPO સબસ્ક્રિપ્શન, દેવું વસૂલાત, વીમો, તબીબી અને શૈક્ષણિક સેવાઓ વગેરે જેવી અમુક કેટેગરીઓ માટેની લિમિટ(મર્યાદા)ને રિવ્યુ કરીને તેમાં વધારો કર્યો છે.” તેમણે વધુમાં કહ્યું કે, “કારણ કે પ્રત્યક્ષ અને પરોક્ષ ટેક્સ ચૂકવણી સામાન્ય, નિયમિત અને ઉચ્ચ મૂલ્યની હોય છે. તેથી, UPI દ્વારા ટેક્સ ચૂકવણીની મર્યાદા પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂ. 1 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે જરૂરી સૂચનાઓ અલગથી જારી કરવામાં આવશે.”
UPIનો યુઝર બેઝ 42.4 કરોડ છે, વિસ્તરણની શક્યતા
RBIના જણાવ્યા અનુસાર, યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસનો યુઝર બેઝ 42.4 કરોડ સુધી પહોંચી ગયો છે. જો કે, યુઝર બેઝના વધુ વિસ્તરણની પણ શક્યતા છે. UPIમાં ‘ડેલિગેટેડ પેમેન્ટ્સ’ શરૂ કરવાનો પ્રસ્તાવ પણ છે. શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, ‘ડેલિગેટેડ પેમેન્ટ્સ’ એ એક વ્યક્તિ (પ્રાઈમરી યુઝર)ને પ્રાથમિક વપરાશકર્તાના બેંક ખાતા પર કોઈ અન્ય વ્યક્તિ (સેકન્ડરી યુઝર) માટે UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા(UPI Transaction Limit) સેટ કરવાની મંજૂરી આપશે. તેનાથી સમગ્ર દેશમાં ડિજિટલ પેમેન્ટની પહોંચ અને ઉપયોગ વધવાની અપેક્ષા છે. આ અંગેની વિગતવાર સૂચનાઓ પણ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.
અનધિકૃત કંપનીઓની તપાસ માટે લેવામાં આવ્યું પગલું
તે જ સમયે, RBIએ અનધિકૃત કંપનીઓને તપાસવા માટે ડિજિટલ લોન આપતી એપ્લિકેશનોનો ડેટા જાહેરમાં તૈયાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. RBI ગવર્નરે જણાવ્યું હતું કે, ગ્રાહકના હિતોના રક્ષણ, ડેટા ગોપનીયતા, વ્યાજ દરો અને વસૂલી પ્રક્રિયાઓ, ખોટું વેચાણ વગેરે અંગેની ચિંતાઓને દૂર કરવા માટે માર્ગદર્શિકા 2 સપ્ટેમ્બર, 2022ના રોજ જારી કરવામાં આવી હતી. જો કે, મીડિયા અહેવાલોએ ડિજિટલ લોન ઓફર કરતી અનૈતિક કંપનીઓની હાજરીને પ્રકાશિત કરી છે જે RBI (RE) સાથે સંકળાયેલ હોવાનો ખોટો દાવો કરે છે.
આ પણ જૂઓ: RBIએ સતત 9મી વખત રેપો રેટ 6.5% પર સ્થિર રાખ્યો, વ્યાજ દરો રહ્યા યથાવત