ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હું દુ:ખી મનથી… વિપક્ષોના આરોપોથી પરેશાન થયેલા જગદીપ ધનખડે વૉકઆઉટ કર્યું

Text To Speech

નવી દિલ્હી, 8 ઓગસ્ટઃ ભારતીય ઇતિહાસમાં કલંક સમાન ઘટના આજે રાજ્યસભામાં બની હતી. વિપક્ષીઓના હોબાળા અને બેફામ આક્ષેપબાજીથી નારાજ થયેલા રાજ્યસભા અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અત્યંત પીડા સાથે પોતાની ખુરશી છોડીને ચેમ્બરમાં ચાલ્યા ગયા હતા. વાસ્તવમાં વિનેશ ફોગાટના ઓલિમ્પિકમાંથી બહાર થઈ જતા દેશવાસીઓ દુખી છે. આ મુદ્દે આજે રાજ્યસભામાં પણ ભારે હોબાળો થયો. આ વાત પર વિપક્ષના નેતા ખડગેએ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ રાજ્યસભાના અધ્યક્ષે ખડગેને મંજૂરી ન આપી. જ્યારે TMCના સાંસદ ડેરેક ઓ બ્રાયને ઊંચા અવાજે હોબાળો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ અધ્યક્ષે ચેતવણી આપી. અધ્યક્ષે ડેરેકને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જો તે આ કૃત્યનું પુનરાવર્તન કરશે તો તેમને રાજ્યસભામાંથી બહાર તગેડી મૂકાશે. ત્યારબાદ વિપક્ષમાં સામેલ કોંગ્રેસ-ટીએમસી અને અન્યો પક્ષોના સાંસદોએ ગૃહમાંથી વોકઆઉટ કરી દીધું હતું.

ધનખડે પોતાની વ્યથા ઠાલવી

અધ્યક્ષ જગદીપ ધનખડેએ ગુસ્સે થઈને પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, ‘કોંગ્રેસના સૌથી વરિષ્ઠ નેતા પણ આ ગૃહના સભ્ય છે, જે હું હાલના સમયમાં જોઈ રહ્યો છું અને જે રીતે શબ્દો દ્વારા, પત્રો દ્વારા, અખબારો દ્વારા પડકાર આપવામાં આવી રહ્યો છે. મેં જોયું છે કે કેટલી બધી ખોટી કૉમેન્ટ કરવામાં આવી છે. આ પડકાર મને નહિ પરંતું ચેરમેન પદને આપવામાં આવી રહ્યો છે. આ ચેલેન્જ એટલા માટે આપવામાં આવી રહી છે કારણ કે આ લોકોને લાગે છે કે આ પદ સંભાળનાર વ્યક્તિ પદ માટે લાયક નથી.

બસ આટલું કહી ખુરશી પરથી ઊભા થઈ જતા રહ્યા…

ધનખડે વધુમાં કહ્યું કે, ‘મને ગૃહમાં જોઈએ તેટલું સમર્થન મળ્યું નથી. મેં મારા પ્રયત્નો ઓછા કર્યા નથી. હવે મારી પાસે એક જ વિકલ્પ છે કે હું મારા શપથથી ભાગતો નથી. મેં આજે જે જોયું છે, સભ્યો જે રીતે વર્ત્યા છે તેનાથી આઘાત લાગ્યો છે. હું મારી જાતને અહીં થોડા સમય માટે પણ બેસવા સક્ષમ માનતો નથી.’ બસ આટલું કહી તેઓ ખુરશી પરથી ઊભા થઈ જતા રહ્યા હતા.

આ પણ વાંચો : મેરી કૉમે જ્યારે ચાર કલાકમાં બે કિલો વજન ઉતારીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતોઃ જાણો રોમાંચક ઘટના વિશે

Back to top button