ગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

વડોદરા: ધોળે દિવસે ગટરનાં ઢાંકણાં ચોરાયાં, જૂઓ વાયરલ CCTV ફૂટેજ

વડોદરા, ૮ ઓગસ્ટ, લૂંટફાટ-ચોરીના બનાવો વધતા જાય છે. તેમ છેલ્લા કેટલાક દિવસથી તસ્કરો બેફામ બન્યા હોય એમ દૂધ-દહી, નળ, ચકલી જેવી ચોરીની અજીબ બનાવો વિશે સાંભળ્યું છે. હવે ગુજરાતના વડોદરામાંથી ચોરીની એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં વાઘોડિયા વિસ્તારમાં બે શખ્સોએ ઓટો રિક્ષાનો ઉપયોગ કરીને ગટરના ઢાંકણાની ચોરી કરી હતી અને ત્યાંથી ભાગી છૂટયા હતા. ચોમાસામાં આ ટોળકીનું કારસ્તાન કોઇના જીવને જોખમ ઉભૂ કરી શકે તેવું છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેનાં ફૂટેજ પણ વાયરલ થઈ રહ્યા છે.

સ્માર્ટ સિટી વડોદરામાં હવે ધોળે દહાડે ગટરના ઢાંકણા ચોરતી ટોળકી સક્રિય થઇ છે. ચોમાસામાં આ ટોળકીનું કારસ્તાન કોઇના જીવને જોખમમાં મૂકી શકે તેવું છે. શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલી શાંતિનિકેતન સોસાયટીની ઘટનાને પગલે વિસ્તારના રહીશોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આ સમગ્ર ઘટનાનો વિડિયો સામેના મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાના સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, રીક્ષા લઇને આવેલા બે શખ્સો આસપાસ કોઇ જોઇ નથી રહ્યું, તેની ખાતરી કરીને ઢાંકણું રીક્ષામાં ઉઠાવીને જતા રહે છે. આ પ્રકારની ઘટનાઓ ત્વરિત અટકાવવા તથા આરોપીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવા માટેની માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

વડોદરા સહિત રાજ્યભરમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે વડોદરામાં અત્યાર સુધીના વરસાદમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાઇ જવાની ઘટનાઓ સામે આવી છે. તેવામાં આ સ્થિતી વચ્ચે હવે ધોળે દહાડે ગટરના ઢાંકણા ચોરતી ગેંગ સક્રિય બની છે. આ ગેંગ દ્વારા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં તરખાટ મચાવવામાં આવ્યો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. સાંજે ચાર વાગ્યાના આસપાસ બે અજાણ્યા શખ્સો રીક્ષા લઇને આવ્યા. એક વ્યક્તિ રીક્ષામાંથી ઉતરીને આજુબાજુમાં ડાફોળિયા મારીને ચેક કરે છે. કોઇનું ધ્યાન નહી હોવાનું જણાતા બહાર નિકળેલો શખ્સ ગટરનું ઢાંકણું ઉંચકીને રીક્ષામાં મુકી દે છે. અને ત્યાર બાદ બંને રીક્ષામાં ત્યાંથી ભાગી છૂટે છે. આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં રેકોર્ડ થઇ જાય છે.

આ પણ વાંચો.લગ્નની જાળમાં ફસાવનાર લૂટેલી દુલ્હન ગેંગ ઝડપાઈ, જાણો ગેંગની મોડસ ઓપરેન્ડી

Back to top button