મનુ ભાકરના મેડલ સાથે પોઝ આપવો એક્ટરને ભારે પડ્યો, લોકોએ ટીકા કરી
નવી દિલ્હી- 8 ઓગસ્ટ : શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે શૂટિંગમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. મનુ ભાકરની આ સફળતાથી આખો દેશ ખુશ છે. આ ઐતિહાસિક જીત માટે દરેક લોકો તેને અભિનંદન આપી રહ્યા છે. તાજેતરમાં મનુ ભાકર પેરિસથી ભારત પરત ફર્યા છે. એરપોર્ટ પર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પોતાના દેશ પરત ફર્યા બાદ મનુ ભાકર કેટલાક ખાસ લોકોને પણ મળ્યા. આ દરમિયાન બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમ પણ તેને મળ્યો હતો અને તેણે પણ આ ક્ષણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જો કે આ તસવીરના કારણે અભિનેતા મુશ્કેલીમાં મૂકાયો છે.
જ્હોન મનુ ભાકરને મળ્યો
જહોન અબ્રાહમે મનુ ભાકર સાથે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે તસવીર શેર કરી છે, તેમાં તે મનુનો એક મેડલ પોતાના હાથમાં પકડેલો જોવા મળે છે, જ્યારે બીજો મેડલ મનુના હાથમાં છે. આ તસવીરમાં અભિનેતા અને પ્લેયર બંને મેડલ સાથે હસતા અને પોઝ આપતા જોવા મળે છે. આ તસવીર શેર કરતી વખતે જ્હોને કેપ્શનમાં લખ્યું છે કે, ‘મનુ ભાકર અને તેમના પ્રેમાળ પરિવારને મળીને ખુશી થઈ. તેમણે ભારતને ગૌરવ અપાવ્યું છે.સમ્માન.’ જો કે, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સને જ્હોનનું મેડલ પકડવું ગમ્યું ન હતું અને તેના કારણે લોકોએ તેને ખૂબ ઠપકો આપ્યો હતો.
View this post on Instagram
યૂઝર્સે કોમેન્ટ કરી
જ્હોનને મનુના મેડલ સાથે પોઝ આપતા જોઈને એક યુઝરે લખ્યું કે, ‘તમારે મેડલને હાથ ન લગાવવો જોઈતો હતો.’ જ્યારે બીજાએ લખ્યું, ‘માફ કરશો, પરંતુ તમને કોઈ અન્ય દ્વારા જીતેલા મેડલને સ્પર્શ કરવાનો અધિકાર નથી.’ એ જ રીતે ઘણા યુઝર્સ જ્હોનને ટ્રોલ કરતા જોવા મળે છે જ્યારે કેટલાક યુઝર્સે મનુને સલાહ આપી હતી અને લખ્યું હતું કે, ‘આ મેડલ કોઈને આપશો નહિ મનુ.. આ તમારી મહેનત છે.’ જ્હોનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ ‘વેદ’ છે જે 15 ઓગસ્ટે રિલીઝ થશે. ફિલ્મમાં અભિનેતા સિવાય શર્વરી, તમન્ના ભાટિયા અને મૌની રોય જેવા કલાકારો પણ જોવા મળશે.
આ પણ વાંચો : મેરી કૉમે જ્યારે ચાર કલાકમાં બે કિલો વજન ઉતારીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતોઃ જાણો રોમાંચક ઘટના વિશે