ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બરેલીમાં એક જ રીતે 9 મહિલાઓની હત્યા; કોણ કરી રહ્યું છે મહિલાઓની સિરિયલ કિલિંગ?

  • બે પોલીસ સ્ટેશન વિસ્તારની 25 કિલોમીટરની ત્રિજ્યામાં થયેલી આ હત્યાઓની એક જ પેટર્નથી પોલીસ આશ્ચર્યચક્તિ થઈ ગઈ 

બરેલી, 8 ઑગસ્ટઃ ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં હાલના દિવસોમાં મહિલાઓના સિરિયલ કિલિંગને લઈને ખળભળાટ મચી ગયો છે. છેલ્લા 14 મહિનામાં 9 મહિલાઓની હત્યા થઈ છે અને તમામ હત્યાઓમાં એક પેટર્ન જોવા મળી રહી છે. આ કારણે પોલીસ પણ આ કેસોમાં સીરિયલ કિલર હોવાની વાતને નકારી રહી નથી. બે પોલીસ સ્ટેશન વિસ્તારની 25 કિલોમીટરની ત્રિજ્યામાં થયેલી આ હત્યાઓએ પોલીસને પણ ચોંકાવી દીધી છે. સામાન્ય રીતે આ હત્યાઓની પેટર્ન એવી રહી છે કે, તમામ મહિલાઓની બપોરના સમયે ખેતરમાં અથવા તેની આસપાસ હત્યા કરવામાં આવી હતી. આ સિવાય એક સમાનતા એ પણ છે કે, મરનારી તમામ 9 મહિલાઓની ઉંમર 45થી 55 વર્ષની વચ્ચે હતી.

 

UPના DGP પ્રશાંત કુમારે આ મામલે શું કહ્યું?

વધુ એક વાત એ પણ છે કે, હત્યા બાદ મળી આવેલા મૃતદેહોમાં મહિલાઓના કપડા વેરવિખેર હાલતમાં મળી આવ્યા હતા. પરંતુ કોઈ પણ કેસમાં તપાસમાં એવું બહાર આવ્યું નથી કે, મહિલાની જાતીય સતામણી થઈ હોય. UPના DGP પ્રશાંત કુમારે આ મામલે જણાવ્યું હતું કે, અમારી પોલીસ છેલ્લા 6 મહિનાથી તપાસમાં લાગેલી છે. અમે આ કેસોમાં સીરીયલ કિલિંગ એંગલને પણ નકારી શકતા નથી, કારણ કે તમામ હત્યાઓની રીત એક જ ​​છે. હાલમાં ત્રણ શકમંદોના સ્કેચ બહાર પાડવામાં આવ્યા છે. લાંબી તપાસ બાદ પોલીસને કેટલાક ઈનપુટ મળ્યા હતા. તેના આધારે ત્રણ લોકોના સ્કેચ બહાર પાડવામાં આવ્યા છે.”

આ હત્યાઓનો સિલસિલો ગયા વર્ષે જૂનમાં શરૂ થયો હતો. છેલ્લી હત્યા 3 જુલાઈએ થઈ હતી, જ્યારે બરેલીના ગ્રામીણ વિસ્તાર શાહી શીશગઢ પાસે 45 વર્ષીય મહિલાની લાશ મળી આવી હતી. નવેમ્બર સુધીમાં આવી 8 હત્યાઓ થઈ હતી. આ પછી પોલીસે ત્રણ લોકોને પકડીને કસ્ટડીમાં રાખ્યા હતા, પરંતુ અંદર રહ્યા બાદ પણ આવી હત્યાઓ ચાલુ રહેલી છે. પોલીસનું કહેવું છે કે, જો આપણે ગયા વર્ષના નવેમ્બર સુધીનો ડેટા લઈએ તો 7 મહિનામાં 8 હત્યાઓ થઈ હતી, જે સીરિયલ કિલિંગ તરફ ઈશારો કરે છે.

મહિલાઓમાં ડર, પોલીસે કહ્યું: એકલા ખેતરમાં ન જાવ

પછી લગભગ 7 મહિના સુધી શાંતિ રહી અને 3 જુલાઈના રોજ એક મૃતદેહ મળી આવ્યો. જેના કારણે સિરિયલ કિલર ફરી સક્રિય થવાની શક્યતા વધી ગઈ છે. હજુ સુધી હત્યારો પકડાયો નથી. જેના કારણે બરેલી અને આસપાસના વિસ્તારોની મહિલાઓમાં ભયનો માહોલ છે. પોલીસ પ્રશાસન મહિલાઓને એકલા ખેતરમાં ન જવાની અપીલ કરી રહ્યું છે. તેઓએ ગ્રુપમાં જવું જોઈએ જેથી આવી ઘટનાઓ ટાળી શકાય.

આ પણ જૂઓ:  ગુજરાત: ડ્રગ્સ માટે વપરાતા લિક્વિડ ટ્રામાડોલના આરોપીઓની સંડોવણીમાં થયો મોટો ખુલાસો

Back to top button