ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024વર્લ્ડસ્પોર્ટસ

નીરજ ચોપરા પાસેથી ગોલ્ડ અને હોકી ટીમ પાસેથી બ્રોન્ઝની અપેક્ષા, જાણો ઓલિમ્પિકમાં ભારતનું આજનું શેડ્યૂલ

Text To Speech
  • ઓલિમ્પિક ગેમ્સના 12 દિવસ પૂરા થયા બાદ પણ ભારતે અત્યાર સુધી વિવિધ શૂટિંગ ઈવેન્ટ્સમાં માત્ર 3 મેડલ જીત્યા

પેરિસ, 8 ઓગસ્ટ: પેરિસ ઓલિમ્પિકના આજે 13મા દિવસે બધાની નજર નીરજ ચોપરા પર ટકેલી છે જેઓ જેવલીન થ્રોની મેડલ ઈવેન્ટમાં ભાગ લેશે. જ્યારે ભારતીય હોકી ટીમ સ્પેન સામેની બ્રોન્ઝ મેડલ મેચમાં એક્શનમાં જોવા મળશે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં ચાલી રહેલી ઓલિમ્પિક ગેમ્સના 12 દિવસ પૂરા થયા બાદ ભારતે અત્યાર સુધી વિવિધ શૂટિંગ ઈવેન્ટ્સમાં માત્ર 3 મેડલ જીત્યા છે. 12મા દિવસે તમામ ભારતીય ચાહકોને આશા હતી કે, વિનેશ ફોગાટ મેડલ જીતવામાં સફળ રહેશે પરંતુ ગોલ્ડ મેડલ મેચ પહેલા જ વધારે વજન હોવાના કારણે તેમને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ સિવાય મીરાબાઈ ચાનુ વેઈટલિફ્ટિંગ ઈવેન્ટમાં પણ ચોથા સ્થાને રહી હતી.

ભારતીય હોકી ટીમ હવે બ્રોન્ઝ જીતે તેવી દરેક વ્યક્તિને અપેક્ષા

ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકમાં તેના પ્રદર્શનથી તમામ ચાહકોને પ્રભાવિત કર્યા હતા પરંતુ સેમિફાઇનલ મેચમાં જર્મન ટીમ દ્વારા તેને 3-2ના માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, હવે તમામ ચાહકો તેમની પાસેથી ઓછામાં ઓછા બ્રોન્ઝ મેડલ જીતવાની અપેક્ષા રાખી રહ્યા છે જ્યાં ટીમનો મુકાબલો સ્પેન સાથે થશે. આ સિવાય અમન સેહરાવત અને અંશુ મલિક પણ રેસલિંગમાં એક્શનમાં જોવા મળશે. નીરજ ચોપરાની મેડલ ઈવેન્ટ આજે  8 ઓગસ્ટે IST રાત્રે 11:55 વાગ્યે શરૂ થશે.

પેરિસ ઓલિમ્પિક્સ માટે 13માં દિવસે એટલે કે 8મી ઓગસ્ટે ભારતનું શેડ્યૂલ:

  1. મહિલા ગોલ્ફ વ્યક્તિગત સ્ટ્રોક પ્લે રાઉન્ડ 2 – અદિતિ અશોક અને દીક્ષા ડાગર – 12:30 PM 
  2. એથ્લેટિક્સમાં મહિલાઓની 100 મીટર હર્ડલ્સ રેપચેજ રાઉન્ડ – જ્યોતિ યારાજી – 2:05 PM 
  3. કુસ્તીમાં પુરુષોની 57 કિગ્રા કેટેગરીમાં રાઉન્ડ ઓફ 16 – અમન સેહરાવત વિ. વ્લાદિમીર એગોરોવ – 2:30 PM
  4. કુસ્તીમાં મહિલાઓની 57 કિગ્રા કેટેગરીમાં રાઉન્ડ ઓફ 16 – અંશુ મલિક વિ. હેલેન મારોલિસ – 2:30 PM
  5. હોકી બ્રોન્ઝ મેડલ મેચ – ભારત વિ. સ્પેન –  5:30 PM
  6. જેવલિન થ્રો મેડલ ઇવેન્ટ મેન્સ – નીરજ ચોપરા – 11:55 PM

આ પણ જૂઓ: વિનેશ ફોગાટને સિલ્વર મેડલ વિજેતાની જેમ જ ઈનામ, સન્માન અને સુવિધાઓ મળશે: હરિયાણા CM

Back to top button