ટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024

સુંદરતા પડી ભારે: અતિ સુંદરતાને કારણે ઓલિમ્પિકમાંથી આ સ્વિમરને મોકલી દીધી ઘરે

પેરિસ, 7 ઓગસ્ટ, પેરિસ ઓલિમ્પિકમાંથી ભારતીયો માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 50 કિગ્રા કુસ્તી કેટેગરીમાં ભારત તરફથી ગોલ્ડ મેડલ જીતનારી વિનેશ ફોગાટનું વજન માત્ર 150 ગ્રામ વધારે હોવાને કારણે અયોગ્ય જાહેર કરવામાં આવી છે. આ સમાચારથી દેશભરમાં નિરાશા ફેલાઈ ગઈ છે. પરંતુ પેરિસ ઓલિમ્પિકમાંથી વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક મહિલા સ્વિમરની સુંદરતા એવી સમસ્યા બની ગઈ કે આ સ્વિમરને ઓલિમ્પિકમાંથી તેના દેશ પરત મોકલી દેવામાં આવી. એટલું જ નહીં, તેમને ઓલિમ્પિક વિલેજમાં રહેવાની પણ મંજૂરી નથી.

પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિકને લઈને ગોટાળાના આક્ષેપો થઈ રહ્યા છે. થોડા સમય પહેલા એક ‘પુરુષ’ને મહિલા સાથે હરીફાઈમાં સામેલ કરવાને લઈને વિવાદ થયો હતો અને હવે એક છોકરીને ખૂબ જ સુંદર હોવાના કારણે તેને ઓલિમ્પિક ગેમ્સમાંથી બાકાત રાખવાનો મામલો સામે આવી રહ્યો છે. લુઆનાએ પોતાની સુંદરતાના કારણે પેરિસ ઓલિમ્પિકમાં ઘણા લોકોનું દિલ જીતી લીધુ હતું, તેની વધારે પડતી સુંદરતા ટીમના બાકી ખોલાડીઓને બેધ્યાન કરી રહી હતી માટે તેને ઘેર મોકલી દેવામાં આવી હતી

લુઆના અલોન્સોની સુંદરતાની ચર્ચા પેરિસ ઓલિમ્પિક 2024ની શરૂઆતથી થઈ રહી છે. લુઆના પોતાની સુંદરતાથી ખેલાડીઓ અને દર્શકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી હતી. એક અહેવાલ અનુસાર, લુઆના એલોન્સોને સુંદરતાની કિંમત ચૂકવવી પડી હતી અને તેને ઓલિમ્પિક વિલેજ ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને તેને તેના દેશ પરત મોકલી દેવામાં આવી. જ્યારથી લુઆના પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવાના સમાચાર આવ્યા છે ત્યારથી તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં છે. તેનો દેખાવ અને સ્ટાઈલ અદ્દભુત છે.

દેશમાં પરત ફરતાની સાથે જ નિવૃત્તિની જાહેરાત કરી
એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટીમને ટેકો આપવાને બદલે, લુઆના એલોન્સો ટુર્નામેન્ટમાંથી છુપાઈ ગઈ હતી અને ડિઝનીલેન્ડની મુલાકાત લેવા ગઈ હતી, તે પેરિસમાં એક મિત્ર સાથે રાત રોકાઈ. આનાથી ટીમના અધિકારીઓ ગુસ્સે થયા અને સજા તરીકે, લુઆના એલોન્સોને ઘરે પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો. જ્યારે લુઆના એલોન્સો તેના દેશ પરત ફરી.તેણે દેશમાં પરત ફરતાની સાથે જ નિવૃત્તિની પણ જાહેરાત કરી દીધી છે.

લુઆના એલોન્સોએ પોસ્ટ લખીને કહ્યું કે આ મારી છેલ્લી મેચ હતી. સેમિફાઈનલ માટે ક્વોલિફિકેશન માત્ર 0.24 સેકન્ડથી ચૂકી ગયા બાદ તેણે પોતાના કરિયરને અલવિદા કહી દીધું. જોકે લુઆનાએ તેની નિવૃત્તિની જાહેરાત દરમિયાન આ મુદ્દે કોઈ ટિપ્પણી કરી ન હતી, પરંતુ તેણે તેના ચાહકો અને સમર્થકોનો આભાર માન્યો હતો. અન્ય એક ઓલિમ્પિયન, 22 વર્ષીય એના કેરોલિના વિયેરાને પણ બ્રાઝિલની ટીમમાંથી બહાર કરી દેવામાં આવી હતી, તેના પર આરોપ છે કે તે તેના બોયફ્રેન્ડ સાથે ઓલિમ્પિક વિલેજની બહાર ફરવા ગઈ હતી.

આ પણ વાંચો..#Heartbreaking વિનેશ ઓલિમ્પિકમાંથી બહાર થતા રડ્યાં કરોડો દિલ, સોશિયલ મીડિયા પર લોકોનું દુ:ખ છલકાયું

Back to top button