આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024મીડિયા

વિનેશ ફોગાટ અંગે કેન્દ્રીય રમતગમત મંત્રીએ લોકસભામાં આપ્યું નિવેદન

Text To Speech

દિલ્હી, 07 ઓગસ્ટ: પેરિસ ઓલિમ્પિક 2024માં કુસ્તીની ફાઈનલ મેચમાં વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવ્યા બાદ સમગ્ર દેશવાસીઓ નિરાશ થયા છે. આ દરમિયાન રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં જણાવ્યું છે કે સરકારે વિનેશ ફોગાટ પર કેટલા પૈસા ખર્ચ્યા છે.

વિનેશ પર સરકારે કેટલા રુપિયા ખર્ચ્યા?

રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ સંસદમાં જણાવ્યું કે સરકારે વિનેશ પર 70 લાખ 45 હજાર રૂપિયા ખર્ચ્યા છે. તેમણે કહ્યું કે વિનેશને ટ્રેનિંગ માટે વિદેશમાં પણ મોકલવામાં આવી હતી. ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષાને પણ જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

રમતગમત મંત્રીએ કહ્યું કે વિનેશ ફોગટનું વજન સવારે 7.10 અને 7.30 વાગ્યે માપવામાં આવ્યું હતું. વિનેશનું વજન 50 કિલો કરતાં 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. વિનેશ પાસે વર્લ્ડ ક્લાસ સપોર્ટ સ્ટાફ હતો. તેને વિદેશી કોચ પણ આપવામાં આવ્યો હતો. વિનેશને ગેરલાયક ઠેરવવા પર ભારતે ઓલિમ્પિક એસોસિએશન સમક્ષ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.

શું છે સમગ્ર મામલો?

વિનેશ ફોગાટે 50 કિગ્રા ફ્રી સ્ટાઈલ રેસલિંગની ફાઇનલમાં જગ્યા બનાવી હતી પરંતુ વધુ વજન હોવાના કારણે તેને ફાઈનલ મેચમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી છે. આનાથી દેશના રમતપ્રેમીઓને ઊંડો ફટકો પડ્યો છે. આખા દેશને વિનેશ ગોલ્ડ મેડલ જીતવાની અપેક્ષા હતી. વિનેશે મોડી રાત્રે 12:45 વાગ્યે તેની ફાઇનલ મેચ રમવાની હતી પરંતુ હવે તેને અયોગ્ય ઠેરવવામાં આવી છે, તેથી તેને સિલ્વર મેડલ પણ નહીં મળે.

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને વિનેશને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે લખ્યું છે કે, વિનેશ, તું ચેમ્પિયનની પણ ચેમ્પિયન છે! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. પડકારોનો સામનો કરવાનો હંમેશા તમારો સ્વભાવ રહ્યો છે. મજબૂતીથી પાછા ફરો! અમે બધા તમારા માટે પ્રાર્થના કરીએ છીએ.

આ પણ વાંચો: #Heartbreaking વિનેશ ઓલિમ્પિકમાંથી બહાર થતા રડ્યાં કરોડો દિલ, સોશિયલ મીડિયા પર લોકોનું દુ:ખ છલકાયું

Back to top button