કાઠમંડુ, 7 ઓગસ્ટ: નેપાળની રાજધાની કાઠમંડુની બહાર નુવાકોટના શિવપુરી નેશનલ પાર્કમાં બુધવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર તમામ પાંચ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે. નેપાળ પોલીસે જણાવ્યું કે હેલિકોપ્ટરમાં ચાર ચીની નાગરિકો સહિત કુલ પાંચ લોકો સવાર હતા. કાઠમંડુ પોસ્ટે આ માહિતી આપી છે.
કાઠમંડુથી ઉડાન ભરી હતી
દરમિયાન, ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રવક્તા સુભાષ ઝાએ જણાવ્યું હતું કે એર ડાયનેસ્ટીના 9N-AJD હેલિકોપ્ટરે બપોરે 1:54 વાગ્યે કાઠમંડુથી સ્યાપ્રુબેસી માટે ઉડાન ભરી હતી. જો કે, તે તેના ગંતવ્ય સ્થાને પહોંચતા પહેલા ક્રેશ થઈ ગયું હતું. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. થોડા અઠવાડિયા પહેલા નેપાળમાં અન્ય એક વિમાન દુર્ઘટનામાં 18 લોકોના મોત થયા હતા.
આ પણ જૂઓ: #Heartbreaking વિનેશ ઓલિમ્પિકમાંથી બહાર થતા રડ્યાં કરોડો દિલ, સોશિયલ મીડિયા પર લોકોનું દુ:ખ છલકાયું