ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024મીડિયાવર્લ્ડવિશેષસ્પોર્ટસ

#Heartbreaking વિનેશ ઓલિમ્પિકમાંથી બહાર થતા રડ્યાં કરોડો દિલ, સોશિયલ મીડિયા પર લોકોનું દુ:ખ છલકાયું

પેરિસ – 7 ઓગસ્ટ :  આ વખતે ઓલિમ્પિકમાં ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટ જે ખેલદિલીથી રમી છે તે જોઈને સૌ કોઈ તેના ફેન થઈ ગયા. વિનેશે ગઈકાલે મંગળવારે સેમિફાઇનલ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. આખા દેશને તેની સફળતા પર ગર્વ હતો. વિનેશ ગોલ્ડ જીતવાથી માત્ર એક ડગલું દૂર હતી, તેની ફાઈનલ મેચ પણ જલદી જ શરૂ થવાની હતી. પરંતુ ફાઈનલ મેચ પહેલા એવા સમાચાર આવ્યા જેણે બધાના દિલ તોડી નાખ્યા. આ સાથે વિનેશ ફોગાટનું ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું. મળતી માહિતી અનુસાર ફાઈનલ પહેલા વિનેશ ફોગાટનું વજન નિર્ધારિત મર્યાદા કરતા વધુ હતું, જેના કારણે તેને ફાઈનલ પહેલા ડિસક્વોલીફાય જાહેર કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફોગાટનું વજન 100 ગ્રામ વધારે હોવાને કારણે તેને ફાઈનલ રમવાથી ડિસક્વોલીફાય કરી નાખવામાં આવી છે.

વિનેશ ફોગાટને ઓલિમ્પિક ફાઈનલમાંથી ડિસક્વોલીફાય જાહેર કર્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા પણ આવવા લાગી છે. પીએમ મોદીએ X પર લખ્યું કે વિનેશ, તમે ચેમ્પિયનોના ચેમ્પિયન છો! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો.કાશ હું જે નિરાશા અનુભવું છું તે શબ્દોમાં વ્યક્ત કરી શકું. પડકારોનો સામનો કરવો અને મજબૂત રીતે પાછા ફરવું એ હંમેશા તમારો સ્વભાવ રહ્યો છે! અમે બધા તમારા માટે પ્રાર્થના કરીએ છીએ. અન્ય એક યુઝરે લખ્યું કે જ્યારે ગોલ્ડ લાવવાનો હતો ત્યારે આવા સમાચાર કોઈનું પણ દિલ તોડી નાખે. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે ભારત અને #VineshPhogat માટે દુઃખદ! આજે તેમનું વજન નિયત મર્યાદા કરતાં લગભગ 100 ગ્રામ વધુ હતું, જેના કારણે તેમને #ParisOlympicsમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા!દુ:ખદ.

હરિયાણાની 29 વર્ષની વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં 50 કિલોગ્રામ મહિલા કુસ્તી વર્ગમાં ક્યુબાની યુસ્નેલિસ ગુઝમેન લોપેઝને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીતવાની દિશામાં આગળ વધી હતી. સૂત્રોએ જણાવ્યું કે રેસલરનું વજન અપેક્ષિત મર્યાદા કરતાં લગભગ 100 ગ્રામ વધુ હતું. નિયમો અનુસાર, ફોગાટ સિલ્વર મેડલ માટે પણ પાત્ર નહીં હોય અને માત્ર ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ વિજેતા 50 કિગ્રામાં ભાગ લેશે. આ અંગેની સત્તાવાર જાહેરાત હવે પછી કરવામાં આવશે.

મંગળવારની સ્પર્ધાઓ માટે વજન કરવામાં આવ્યું હતું. પરંતુ નિયમો અનુસાર, કુસ્તીબાજોએ સ્પર્ધાના દિવસોમાં તેમના વજનની શ્રેણીમાં રહેવું પડશે. વિનેશ પહેલીવાર 50 કિગ્રા કેટેગરીમાં રમી રહી છે, આ પહેલા તે 53 કિગ્રા કેટેગરીમાં ભાગ લેતી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય પ્રતિનિધિમંડળે તેમને બાકીનું 100 ગ્રામ વજન ઘટાડવા માટે થોડો વધુ સમય આપવા વિનંતી કરી હતી, પરંતુ તે વિશે વધુ માહિતી હજી ઉપલબ્ધ નથી. તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટ ઓલિમ્પિક ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ બની હતી.

આ પણ વાંચો : વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાં શા માટે અયોગ્ય ઠેરવવામાં આવી, કુસ્તીમાં વજન અંગેના નિયમો શું છે?

Back to top button