ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024સ્પોર્ટસ

ઓલિમ્પિક મેડલ વિજેતા મનુ ભાકરનું વિમાન મથકે ભવ્ય સ્વાગતઃ જૂઓ વીડિયો

Text To Speech

નવી દિલ્હી, 7 ઓગસ્ટઃ શૂટિંગમાં બે ઓલિમ્પિક મેડલ જીતી જનાર મનુ ભાકર આજે બુધવારે ભારત આવી પહોંચી હતી. તે નવી દિલ્હી વિમાન મથકે પહોંચી ત્યારે મોટી સંખ્યામાં ચાહકો ઉપસ્થિત રહ્યા હતા અને તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

પેરિસમાં ચાલી રહેલી ઓલિમ્પિક ટુર્નામેન્ટમાં શૂટિંગ ઈવેન્ટમાં બે કાંસ્ય પદક જીતી જનાર મનુ ભાકરે આજે ભારત પહોંચ્યા બાદ જણાવ્યું હતું કે, હરિયાણા તેના ઉપર ગર્વ કરશે. મનુ ભાકર વિમાન મથકની બહાર આવી ત્યારે ખુલ્લી જીપમાં તેની સાથે તેના કોચ જસપાલ રાણા પણ હતા. ઉપસ્થિત ચાહકોએ બંનેનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.

મનુ વિમાન મથકની બહાર આવી ત્યારે ચાહકોએ તેના સમર્થનમાં ઢોલ-નગારાં વગાડ્યાં હતા, ચાહકોએ ભારત માતા કી જય અને વંદે માતરમના સૂત્રો પણ પોકાર્યા હતા.

મનુ હાલ પરત આવી ગઈ છે પરંતુ ઓલિમ્પિકના સમાપન સમારંભમાં ભારતીય ટુકડીનું સુકાન તેને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાને કારણે મનુ રવિવારે પેરિસ પરત જશે.

પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરે મહિલાઓ માટેની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતીને હાલની ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. ત્યારબાદ 10 મીટર મિક્સ એર પિસ્તોલ સ્પર્ધામાં સરબજોત સિંહની સાથે મળીને વધુ એક કાંસ્ય ચંદ્રક હાંસલ કર્યો હતો. આ પછી તે મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં છેક જીતની નજીક પહોંચી ગઈ હતી અને ત્રીજો મેડલ જીતીને ઇતિહાસ બનાવી શકે તેમ હતી, પરંતુ સાવ સાધારણ અંતરથી તે નિશાન ચૂકી જતાં ત્રીજો મેડલ જીતી શકી નહોતી.

વિવિધ ઓલિમ્પિક ટુર્નામેન્ટમાં ભારત માટે અત્યાર સુધીમાં ચંદ્રકો જીતનાર વિજેતાઓ આ પ્રમાણે છેઃ

રાજ્યવર્ધન સિંહ રાઠોડ, રજત ચંદ્રક, એથેન્સ – 2004
અભિનવ બિન્દ્રા, સુવર્ણ ચંદ્રક, બીજિંગ – 2008
ગગન નારંગ, કાંસ્ય ચંદ્રક, લંડન – 2012
વિજય કુમાર, રજત ચંદ્રક, લંડન – 2012
મનુ ભાકર, કાંસ્ય ચંદ્રક, પેરિસ – 2024
મનુ ભાકર અને સરબજોત સિંહ, કાંસ્ય ચંદ્રક, પેરિસ – 2024
સ્વપ્નિલ કુસાલે, કાંસ્ય ચંદ્રક, પેરિસ – 2024

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

આ પણ વાંચોઃ નીરજ ચોપરા ગોલ્ડ મેડલ જીતશે તો ઋષભ પંત ચાહકોને આપશે ઈનામ, લોકોને આ કામ કરવાનું કહ્યું

Back to top button