Bangladesh Army Salary: શું તમને ખબર છે બાંગ્લાદેશના સૈનિકોની સેલરી? અહીં જાણો
ઢાકા, 7 ઓગસ્ટ: વિશ્વના કોઈપણ દેશના સંરક્ષણની જવાબદારી મોટાભાગે તેના સૈનિકો પર રહે છે. અત્યારે આખી દુનિયાની નજર બાંગ્લાદેશ પર છે બાંગ્લાદેશની સેના ચર્ચાનો વિષય બની છે. આજે આપણે બાંગ્લાદેશી સૈનિકોનો પગાર કેટલો છે તે જાણીશું. કોઈપણ દેશના સૈનિકો પોતાના જીવની પરવા કર્યા વિના દેશવાસીઓને મુશ્કેલીમાંથી બચાવે છે. અત્યારે બાંગ્લાદેશમાં સ્થિતિ દયનિય છે. PMએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં આપણે બાંગ્લાદેશી સૈનિકોના પગાર વિશે પણ જાણી લઈએ. બાંગ્લાદેશ સૈન્યની સત્તાવાર વેબસાઇટ અનુસાર, બાંગ્લાદેશ આર્મીમાં જોડાવું એ એક શ્રેષ્ઠ કારકિર્દીનો માર્ગ છે જે ઘણા લાભો અને ભથ્થાઓ સાથે સારા પગાર પેકેજ ઓફર કરે છે.
બાંગ્લાદેશના સૈનિકોનો કેટલો છે પગાર?
બાંગ્લાદેશમાં જ્યારે સૈનિકની ભરતી થાય છે ત્યારે તેનો પગાર દરેક મહિને 8,000થી લઈને 15,000 ટાકા સુધીનો હોય છે. જ્યારે NC(E) નો લઘુત્તમ પગાર એટલે કે નોન કોમ્બેટ એનરોલ્ડ 8800 ટાકાથી શરૂ થાય છે અને મહત્તમ 21310 ટાકા સુધી જાય છે. બાંગ્લાદેશ આર્મીમાં સૈનિકનો પગાર 9000 ટાકાથી શરૂ થાય છે અને 21800 ટકા સુધી જાય છે. જ્યારે સાર્જન્ટનો પગાર 16 હજાર રૂપિયાથી શરૂ થઈને 38640 રૂપિયા સુધી જાય છે. ઓનરરી લેફ્ટનન્ટનો પગાર 38480 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. તે મુજબ માનદ કેપ્ટનનો પગાર 42890 ટકા નક્કી કરવામાં આવ્યો છે.
જો અધિકારીઓની વાત કરવામાં આવે તો સેકન્ડ લેફ્ટનન્ટનો પગાર 23100 ટાકાથી શરૂ થઈને 24260 ટાકા થાય છે. લેફ્ટનન્ટનો પગાર 25 હજાર ટાકાથી શરૂ થાય છે અને 30400 સુધી પહોંચે છે. મેજરના પગારની વાત કરીએ તો તે 43 હજાર ટાકાથી શરૂ થાય છે અને 69850 ટાકા સુધી જાય છે. જ્યારે કર્નલનો પગાર 61 હજાર રૂપિયાથી શરૂ થઈને 74220 રૂપિયા સુધી પહોંચે છે. બાંગ્લાદેશ આર્મીમાં મેજર જનરલનો પગાર 78 હજાર ટાકા નક્કી કરવામાં આવે છે. જ્યારે લેફ્ટનન્ટ જનરલનો પગાર 82 હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. જનરલનો ફિક્સ પગાર 86 હજાર રૂપિયા છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં ફસાયા હતા 190 ભારતીય ટ્રક ડ્રાઈવર, કૂચ બિહાર માર્ગ પરથી ભારતમાં એન્ટ્રી