ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિનેશ ફોગાટની પેરિસ ઓલિમ્પિક જીત પર કંગના રનૌતે કર્યો કટાક્ષ, જાણો એવું તે શું કહ્યું?

Text To Speech
  • વિનેશ ફોગાટે 50 કિલો ફ્રી સ્ટાઇલ રેસલિંગની ફાઇનલમાં સ્થાન મેળવીને ઇતિહાસ રચ્યો

નવી દિલ્હી, 7 ઓગસ્ટ: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત, જે હવે સાંસદ બની ગઈ છે, તે અવારનવાર કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. અભિનેત્રી ક્યારેક તેના સ્પષ્ટ નિવેદનો માટે તો ક્યારેક તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ માટે હેડલાઇન્સમાં રહે છે. હાલમાં જ તેના ચર્ચામાં આવવાનું કારણ તેની તાજેતરની પોસ્ટ છે, જેમાં તેણીએ વિનેશ ફોગાટની પેરિસ ઓલિમ્પિક્સ 2024ને લઈને તેની પ્રતિક્રિયા આપી છે. આ સાથે કંગનાએ આ પોસ્ટમાં PM મોદીના વખાણ પણ કર્યા છે અને આ જીત પર પોસ્ટ શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે.

Kangana Ranaut
@Kangana Ranaut

વિનેશ ફોગાટે રચ્યો ઇતિહાસ 

હકીકતમાં, ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માં ઈતિહાસ રચ્યો છે. તેમણે મહિલાઓની 50 કિગ્રા વર્ગની સેમિફાઇનલમાં ક્યુબાની કુસ્તીબાજ યુસ્નીલિસ ગુઝમેનને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ ઐતિહાસિક જીત સાથે વિનેશનો સિલ્વર મેડલ નિશ્ચિત થઈ ગયો છે. આ રીતે વિનેશ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી બીજી મહિલા રેસલર બની ગઈ છે. હાલ સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે. આ જીત માટે દરેક લોકો તેને અભિનંદન પાઠવી રહ્યા છે. આ દરમિયાન કંગના રનૌતે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

કંગના રનૌતની પ્રતિક્રિયા

કંગના રનૌતે પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર વિનેશ ફોગાટની તિરંગા સાથેની તસવીર શેર કરતા લખ્યું છે કે, “હું ભારતને પહેલો ગોલ્ડ મળે તેવી માટે પ્રાર્થના કરી રહી છું. વિનેશ ફોગાટે એક વખત આંદોલનમાં ભાગ લીધો હતો, જેમાં તેમણે વડાપ્રધાન મોદી વિરુદ્ધ નારા લગાવ્યા હતા. આમ છતાં તેમને દેશનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો. તેમને શ્રેષ્ઠ તાલીમ, કોચ અને સુવિધાઓ મળી. આ લોકશાહીની સુંદરતા અને સારા નેતાની નિશાની છે.” ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે વિનેશ ફોગાટે ભારતીય રેસલિંગ ફેડરેશનના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ સિંહ શરણ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ પછી, તે લાંબા સમય સુધી કુસ્તીથી દૂર રહી અને તેની સામે વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરતી રહી. જો કે હવે વિનેશ ફોગાટે ઓલિમ્પિકમાં ઈતિહાસ રચીને દેશનું ગૌરવ વધાર્યું છે.

આ પણ જૂઓ: ઓલિમ્પિક Breaking : કુસ્તીબાજ વિનેશ ફોગાટનો ફાઈનલમાં પ્રવેશ

Back to top button