અમદાવાદગુજરાત

કોંગ્રેસનો આક્ષેપઃ શિક્ષણ ક્ષેત્રે 2018માં ફ્રન્ટ રનર રહેલુ ગુજરાત 2024માં 18મા ક્રમે ધકેલાયુ

અમદાવાદ, 06 ઓગસ્ટ 2024, રાજીવ ભવન ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ સસટેનેબલ ગોલ્ડ ઈન ઇન્ડિયાનાં નીતિ આયોગના રિપોર્ટને લઈને ગુજરાતની ભાજપ સરકાર ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે. નીતિ આયોગ દ્વારા “SDG India Index 2023-2024” ના મુજબ ૨૦૧૮માં ગુજરાતમાં ફ્રન્ટ રનર હતુ તે ધકેલાઈ ૨૦૨૩-૨૪માં પર્ફોમર બન્યું છે. એટલે કે 18 માં ક્રમે પહોંચ્યું છે. શિક્ષણ ક્ષેત્રે ગુજરાત પાછળ ધકેલાયું છે. ત્યારે શું કહે છે નીતિ આયોગનો રિપોર્ટ? અને કેવા પ્રકારના ગંભીર આક્ષેપો પ્રદેશ પ્રવક્તાએ કર્યા છે.

દેશમાં ગુજરાત રાજ્ય શિક્ષણ ક્ષેત્રે ૧૮માં ક્રમે
રાજીવ ગાંધી ભવન ખાતે પ્રેસવાર્તાને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રવક્તા પાર્થિવરાજ સિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની શિક્ષણ વ્યવસ્થા દિવસે અને દિવસે કથળતી જાય છે. કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા અપાયેલ એક અહેવાલ મુજબ ગુજરાત રાજ્ય શિક્ષણ ક્ષેત્રે ૧૮માં ક્રમે છે જે ગુજરાત મોડેલની પોલ ખોલે છે. નીતિ આયોગ દ્વારા “Sustainable Development Goal (SDG) India Index 2023-2024” ના રિપોર્ટ સરકારની પોલ ખોલનારો છે. ગુજરાત રાજ્ય જ્યારે ૨૦૧૮માં ફ્રન્ટ રનર્સ એટલે હાઈ પર્ફોર્મિંગ રાજ્યમાં હતું તે ધકેલાઇ અને ૨૦૨૪ માં પર્ફોર્મિંગ રાજ્યમાં આવી ગયું છે.

SDG આંકડાકીય રિપોર્ટ પ્રમાણે
પ્રદેશ પ્રવકતાએ ઉમેર્યું હતું કે ગુજરાત રાજ્યનાં સેકન્ડરી શિક્ષણ કક્ષાએ ડ્રોપ આઉટ રેશિયો ૧૭.૯% છે જ્યારે દેશની સરેરાશ ૧૨.૬% છે. હાયર સેકન્ડરી શિક્ષણ વ્યવસ્થા એટલે ૧૧-૧૨ ધોરણમાં ગ્રોસ એનરોલમેન્ટ માત્ર ૪૮.૨% જ્યારે દેશની સરેરાશ ૫૭.૬%. ગુજરાત રાજ્યમાં હાયર એજ્યુકેશન એટલે કે સ્નાતક કક્ષાએ એનરોલમેન્ટ ૨૪% જ્યારે દેશની સરેરાશ ૨૮.૪% છે. ગુજરાત રાજ્યમાં શિક્ષક – વિદ્યાર્થીનો જે રેશિયો ૨૯ વિદ્યાર્થીઓની સામે એક શિક્ષક છે, જે રાષ્ટ્રીય સરેરાશ મુજબ દેશમાં ૧૮ વિધાર્થીઓ એક શિક્ષક છે. ગુજરાત રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં સરકારને વ્યાપારીકરણ અને ખાનગીકરણમાં રસ છે જ્યારે શિક્ષણમાં સુધાર કરવામાં ઈચ્છાશક્તિ અભાવ દેખાય છે.

ભાજપ સરકાર શિક્ષણ ક્ષેત્રે સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે
સરકારને શિક્ષણ ક્ષેત્રે મક્કમતા ક્યાં જતી રહે છે તે ખબર નથી પડતી. ગુજરાત મોડેલના નામે ગુલબાંગો પૌકારનારી ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણ ક્ષેત્રે સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે તે આ અહેવાલ દર્શાવે છે. ગુજરાત રાજ્યમાં જેટલા બાળકો જન્મે છે તેમાંથી ૧૧% જેટલા બાળકો શાળામાં પ્રવેશ પણ નથી મેળવતા. જેટલા બાળકો સ્કુલ કક્ષાએ ભરતી થાય છે તેમાંથી માત્ર ૨૪% જેટલા ૧૮ થી ૨૩ વર્ષના વિદ્યાર્થીઓ સ્નાતક કે કોલેજ કક્ષાએ એડમીશન લે છે. સમગ્ર ગુજરાત એક સમયે શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશને દિશા બતાવતું હતું તેની પરિસ્થિતિ દારૂણ અને દુઃખદ છે. શિક્ષણના નામે માત્ર વહેપાર અને ધંધો બનાવનાર શિક્ષણ વ્યવસ્થાથી ગુજરાતના યુવાનો અને બાળકોનું ભાવી ચિંતાજનક છે.

આ પણ વાંચોઃCM ભૂપેન્દ્ર પટેલનો બાળ પ્રેમઃ બાળકોને મળવા માટે કાફલો રોકાવ્યો, જુઓ વીડિયો

Back to top button