ટ્રેન્ડિંગમનોરંજન

સલમાનના ઘરની બહાર ફાયરિંગમાં લોરેન્સનો હાથ નહીં, થયા ચોંકાવનારા ખુલાસા

  • સલમાને પોલીસને આપેલા નિવેદનમાં દાવો કર્યો હતો કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો તેના ઘર બહાર થયેલા શૂટિંગમાં હાથ છે. હવે શૂટર વિક્કીએ કહ્યું છે કે સલમાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં લોરેન્સ બિશ્નોઈનો હાથ નથી

6 ઓગસ્ટ, મુંબઈઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર 14 એપ્રિલે થયેલા ફાયરિંગની ઘટનામાં મોટા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલો 3 મહિના કરતા વધુ સમયથી ચાલી રહ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમની પોલીસ સતત પૂછપરછ કરી રહી છે. આ કેસની સુનાવણી મુંબઈની સ્પેશિયલ મકોકા કોર્ટમાં થઈ હતી, જ્યાં આરોપી વિક્કીને ટાંકીને ચાર્જશીટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપીએ કહ્યું છે કે સલમાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં લોરેન્સ બિશ્નોઈનો હાથ નથી.

સલમાન ખાને લોરેન્સ વિરૂદ્ધ આપ્યું હતું નિવેદન

ઉલ્લેખનીય છે કે આ કેસમાં સલમાન ખાન પોલીસમાં પહેલા જ પોતાનું નિવેદન આપી ચુક્યો છે, જેમાં તેણે દાવો કર્યો હતો કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તેને મારી નાખવા માંગે છે. તેને ઘણી વખત ઈમેલ અને લેટર્સમાં જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી છે. તેણે ઘરની બહાર ફાયરિંગમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે એક ચોંકાવનારો ખુલાસો સામે આવી રહ્યો છે કે તેમાં લોરેન્સનો કોઈ હાથ નથી.

સલમાનના ઘરની બહાર ફાયરિંગમાં લોરેન્સનો હાથ નહીં, થયા ચોંકાવનારા ખુલાસા hum dekhenge news

જેલમાં બંધ આરોપી વિકીએ લોરેન્સ વિશે કહી મોટી વાત

આ કેસમાં જેલમાં બંધ આરોપી શૂટર વિક્કીએ દાવો કર્યો છે કે લોરેન્સને આ કેસમાં કોઈ લેવા દેવા નથી. આરોપીએ નિવેદનમાં કહ્યું કે તે બિશ્નોઈથી પ્રભાવિત હતો, જેના કારણે તેણે આ પગલું ભર્યું. શૂટર્સનો સલમાન ખાનને નુકસાન પહોંચાડવાનો ઈરાદો નહોતો, તેઓ માત્ર તેને ડરાવવા માંગતા હતા.

વિકી ગુપ્તાએ પોતાની અરજીમાં કહ્યું છે કે તે લોરેન્સ બિશ્નોઈના ‘સિદ્ધાંતો’થી પ્રેરિત હતો. લોરેન્સને આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી. વિક્કીના કહેવા પ્રમાણે, સાબરમતી જેલમાં બંધ લોરેન્સનું નામ આ કેસ સાથે ખોટી રીતે જોડવામાં આવી રહ્યું છે. લોરેન્સે શૂટિંગનો આદેશ આપ્યો ન હતો.

આરોપી વિકીએ જણાવ્યું કે તે દેવામાં ડૂબેલો હતો

વિક્કી ગુપ્તાએ જણાવ્યું કે તે દેવામાં ડૂબેલો હતો અને તેના કારણે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપીના જણાવ્યા પ્રમાણે તે બિહારના સુંદૂર ગામનો છે. તે તમિલનાડુમાં કામ કરતો હતો, પરંતુ કોરોનાકાળમાં તેણે નોકરી ગુમાવી દીધી, ત્યારથી તે દેવામાં ડૂબવા લાગ્યો.

તેની મુલાકાત સાગર પાલ સાથે થઈ હતી, જે સલમાન ખાન ફાયરિંગ કેસમાં બીજો આરોપી છે. સાગરે તેને આશ્વાસન આપ્યું હતું કે તે મુંબઈ આવે. અહીં તેને ધાર્મિક મિશન વિશે કહીને બોલાવવામાં આવ્યો હતો. વિકી ગુપ્તા આર્થિક સંકટ દૂર કરવા મુંબઈ આવ્યો હતો. સલમાન ખાનના ઘર પર ફાયરિંગના એક દિવસ પહેલા સુધી તેને કહેવામાં આવ્યું ન હતું કે તેણે મુંબઈમાં શું કરવાનું છે.

આ પણ વાંચોઃ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હોવા છતા મુમતાઝ શમ્મી કપૂર સાથે કેમ લગ્ન ન કરી શકી? જણાવ્યું કારણ

Back to top button