ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024વર્લ્ડસ્પોર્ટસ

પેરિસ ઓલિમ્પિક 2024: વિનેશ ફોગાટે વર્લ્ડ ચેમ્પિયનને ધૂળ ચટાડી, 15 સેકન્ડમાં બાજી પલટી

  • ભારતની રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું

પેરિસ 6 ઓગસ્ટ: ભારતની રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિનેશ ફોગાટે 50 kg ફ્રી સ્ટાઈલ રેસલિંગમાં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. વિનેશે આ મેચમાં જાપાનની વર્લ્ડ નંબર વન અને ટોક્યો ઓલિમ્પિકની ગોલ્ડ મેડલ વિજેતા રેસલર યુઇ સુસાકીને 3-2 થી હરાવી હતી. આ મેચમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા યુઇ સુસાકી શરૂઆતમાં આગળ હતી, પરંતુ છેલ્લી 15 સેકન્ડમાં વિનેશે બાજી પલટી નાખી હતી હવે તેણે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ, સુસાકીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં એક પણ હારનો સામનો કરવો પડ્યો નથી, એવું માનવામાં આવતું હતું કે વિનેશ માટે પ્રથમ રાઉન્ડ પાર કરવો મુશ્કેલ હશે, કારણ કે તે જાપાની ખેલાડી સામે સ્પર્ધા કરી રહી હતી, જેણે ટોક્યો ગેમ્સમાં એક પણ પોઈન્ટ ગુમાવ્યા વગર ગોલ્ડ મેડલ જીત્યો. પરંતુ વિનેશે અદ્ભુત હિંમત બતાવી અને આખી મેચને પોતાની તરફ કરી દીધી. વિનેશ તેની ત્રીજી ઓલિમ્પિક રમી રહી છે પરંતુ તે 50 કિગ્રામાં પ્રથમ વખત પડકાર આપી રહી છે. પહેલા તે 53 કિગ્રામાં રમતી હતી.વિનેશ ફોગાટ તેની ક્વાર્ટર ફાઈનલ મેચ પણ આજે જ 4:20 કલાકે રમશે. આ મુકાબલો જીતીને વિનેશ સેમીફાઈનલમાં પહોંચી જશે.

વિનેશ ફોગાટનું અત્યાર સુધીનું પ્રદર્શન
વર્લ્ડ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ મેડલ અને કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને એશિયન ચેમ્પિયનશિપ ગોલ્ડ મેડલ વિજેતા, વિનેશ ઇતિહાસમાં સૌથી સફળ ભારતીય કુસ્તીબાજોમાંની એક છે, પરંતુ ઓલિમ્પિક ગેમ્સમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.

પ્રખ્યાત ફોગાટ બહેનોમાંની એક વિનેશ, રિયો 2016માં મહિલાઓની 48 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં ઓલિમ્પિકમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ઘૂંટણની ગંભીર ઇજાને કારણે ક્વાર્ટર ફાઇનલ મેચમાંથી ખસી જવું પડ્યું હતું. ટોક્યો 2020માં મહિલાઓની 53 કિલોગ્રામની ક્વાર્ટર ફાઈનલ જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવતી વિનેશને ફરી એકવાર ક્વાર્ટર ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

પેરિસ 2024 ઓલિમ્પિકમાં મહિલાઓની 50 કિગ્રા કુસ્તી

  • યુઇ સુસાકી (જાપાન
  • ઓટગોન્જાર્ગલ ડોલ્ગોર્જાવ (મોંગોલિયા)
  • જીઇકી ફેંગ (પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના)
  • એવિન ડેમિરહાન (તુર્કી)
  • એલિસન કાર્ડોઝો રે (કોલંબિયા)
  • સારાહ હિલ્ડેબ્રાન્ડ (યુએસએ)
  • મારિયા સ્ટેડનિક (અઝરબૈજાન)
  • ઓક્સાના લિવાચ (યુક્રેન)

આ પણ જૂઓ: ઓલિમ્પિક : 89.34 મીટરના થ્રો સાથે નીરજ ચોપરા પહેલા જ પ્રયાસમાં ફાઈનલ માટે ક્વોલિફાઈ

Back to top button